આજે શહેરના માર્કેટીંગ યાર્ડ અને જવાહર મેદાન ખાતે રાવણ દહન કરાશે

789

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી દ્વારા પ્રેરીત અને બજરંગ વિકાસ સમિતિ દ્વારા આયોજીત વિજયાદશમી મહોત્સવ-રાવણ દહન કાર્યક્રમ આવતીકાલે તા.૮-૧૦-૧૯ને મંગળવારનાં રોજ સાંજે ૬ કલાકે શહેરનાં ચિત્રા માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાશે. ચિત્રાના માર્કેટીંગ યાર્ડ ખાતે છેલ્લા આઠ વર્ષથી સતત દશેરાના પર્વે રાવણ દહન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય છે. જે પરંપરા મુજબ આ વર્ષે પણ આવતીકાલે મંગળવારે રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે.  આ કાર્યક્રમમાં સંતો-મહંતો, જિલ્લા ભાજપ પ્રભારી મહેશભાઇ કસવાલ, મેયર મનભા મોરી, સાંસદ ડો.ભારતીબહેન શિયાળ, શહેર ભાજપ પ્રમુખ સનતભાઇ મોદી, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, બોર્ડ નિગમના ચેરમેન તેમજ જિલ્લાભરના વિવિધ ક્ષેત્રના પદાધિકારીઓ અને આગેવાનો, ભાજપનાં આગેવાનો, મહાપાલિકાના પદાધિકારીઓ, ડાયમંડનાં ઉધોગપતિઓ, માર્કેટીંગ યાર્ડનાં પ્રતિનીધીઓ, નગરસેવકો, શિક્ષણ સમિતના ચેરમેન સહિતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકાનાં પંચાયતના સભ્યો, વોર્ડનાં પ્રમુખ અને મહામંત્રીઓ તેમજ વિવિધ સંસ્થાનાં આગેવાનો તથા પક્ષના કાર્યકર્તાઓ તથા નગરજનો મોટી સંખ્યામાં  ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત સિંધી સમાજ પ્રેરીત નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા આવતીકાલે ભવ્ય આતીશબાજી તેમજ રાવણ દહનનો કાર્યક્રમ શહેરનાં જવાહર મેદાન ખાતે સાંજે ૬ કલાકે યોજાશે. આ પ્રસંગે અતિથી વિશેષ પદે ભાઈ સાહેબ દિપકકુમાર ગુરૂનંદલાલ ફકીર સાહેબ, મહંત સંત વાસુરામ સનાતન મંદિર, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે, સાંસદ ભારતીબેન શિયાળ, પુર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, મેયર મનભા મોરી, શહેર ભાજપ પ્રમુખ સનતભાઈ મોદી, સ્ટે. કમિટી ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, જગતનાથજી રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરૂભાઈ ગોંડલીયા, શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી, ટાઉન પ્લાનીંગ કમિટી ચેરમેન કિશોરભાઈ ગુરૂમુખાણી, નગરસેવિકા ઉષાબેન તલરેજા સહિતના સિંધી સમાજનાં આગેવાનો, ઉધોગપતિઓ, વેપારીઓ તથા મોટી સંખ્યામાં પ્રજાજનોની ઉપસ્થિતીમાં રાવણ દહનની ઉજવણી કરાશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા મનસુખભાઈ પંજવાણી, કિશોરભાઈ ગુરૂમુખાણી, કમલભાઈ દેવાણી, પરમાણંદભાઈ રાધાણી, અજયભાઈ કુકડેજા, શંકરભાઈ વાઘવાણી, મહેશ કુકડેજા સહિતના આગેવાનો કાર્યકરો સારી જહેમત ઉઠાવી રહ્યા છે. આ કાર્યક્રમમાં ભાવનગરનાં સમસ્ત નાગરિકોને ઉપસ્થિત રહેવા જાહેર અનુરોધ કરાયો છે.

Previous articleતળાજાના સરતાનપર ગામે બે જુથો વચ્ચે અથડામણ : ત્રણ મહિલા સહિત ૧૩ને ઈજા
Next articleલૂંટ તથા ઘરફોડ ચોરી કરનાર ગેંગ ઝડપાઈ