ઈસ્કોન કલબમાં છેલ્લા દિવસે મીર્ચી રોક અને ઢોલ દ્વારા ખેલૈયાઓ ધુમ મચાવી

1055

ઈસ્કોન કલબ એન્ડ ઘરશાળા એકસ સ્ટુડન્ટ દ્વારા નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓએ ધુમ મચાવી રહ્યા છે. નવરાત્રીના છેલ્લા દિવસે ખેલૈયાઓ મન ભરીને ગરબાનો આનંદ લઈ રહ્યા છે. ઈસ્કોન કલબ ખાતે ગ્રાઉન્ડમાં વિવિધ સેલ્ફી ઝોન બનાવવામાં આવેલ છે. જેમાના મોટા તમામ દર્શકો ખેલૈયાઓ મોટા પ્રમાણમાં આ સેલ્ફી ઝોનનો લાભ લઈ રહ્યા છે. નવરાત્રીના અંતિમ દિવસે ગરબે રમતા ખેલૈયાઓમાંથી સારૂ રમતા ગરબા રસિકોને દરરોજ કાર્યક્રમ પુર્ણ થયા બાદ આયોજકો દ્વારા ઈનામો આપી પ્રોત્સાહિત કરાયા હતાં. આજે છેલ્લા દિવસે ગૃપના લીડર દ્વારા ઈનામોની ખુબ સરાહના કરવામાં આવી રહી છે.  ઈસ્કોન કલબ એન્ડ ઘરશાળા એકસ સ્ટુડન્ટ દ્વારા આયોજીન નવરાત્રી મહોત્સવમાં આયોજકો દ્વારા સારી જહેમત ઉઠાવી રહ્યા છે. ખુબ જ સુંદર આયોજન બદલ ગૌરવભાઈ શેઠ તથા આનંદભાાઈ ઠકકરને ખેલૈયાઓ રિદાવી રહ્યા છે. આ આયોજન જિલ્લા વિકાસ અધિકારી  વરૂણકુમાર બર્નવાલ, એક્રેસિલના ચિરાગ પારેખ, રેલ્વેના ડીઆરએમ તથા ભાજપના યુવા મોર્ચાના પ્રમુખ પાર્થ ગોંડલિયા, સંદિપભાઈ સોપારીયા, સરલાબેન સપારીયા, રીનાબેન શાહ સહિતના મહેત્માનોના હસ્તે આરતી ઉતારવામાં આવી હતી અને ખેલૈયાઓને ઈનામો આપી પ્રોત્સાહિત કરાયા હતાં.

Previous articleલૂંટ તથા ઘરફોડ ચોરી કરનાર ગેંગ ઝડપાઈ
Next articleસેક્સી સ્ટાર ઇશા ગુપ્તાની દેશી મેઝિક ફિલ્મ રોકાઇ