શહેરના સિંધુનગર-ઘોઘારીનગરમાં સગી માતાએ તેના પાંચ વર્ષના બાળકને ફુટપટ્ટીથી ઢોરમાર મારતા પાડોશીઓએ બાળકને છોડાવી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયો છે.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના સિંધુનગર-ઘોઘારીનગરમાં ભાઈના ઘરે આવેલી માતાએ તેનો પાંચ વર્ષનો બાળક તોફાન કરતો હોય ગુસ્સે થઈ તેને તથા તેના ભાઈએ પાંચ વર્ષના બાળક દેવરાજ રાઠોડને ફુટપટ્ટીથી ઢોરમાર માર્યો હતો તે વેળાએ પાડોશીઓ એકઠા થઈ ગયા હતા અને બાળકને મુક્ત કરાવી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયો હતો. બાળકને આખા શરીરે ફુટપટ્ટીના ઉજરડા પડી જતા અરેરાટી થઈ ગઈ હતી. બનાવની જાણ થતા ઘોઘારોડ પોલીસ દોડી જઈ તપાસ હાથ ધરી હતી.