શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે કહ્યું કે ૫ વર્ષ દરમિયાન ક્યારે પણ સરકારને પાડી નાખવાનું ષંડયત્ર કર્યું નથી. ઉદ્ધવએ કહ્યું કે અમે મહારાષ્ટ્ર સરકારમાં રહ્યાં, ગઠબંધનમાં હોવા છતા અમારી પાસે એટલી તાકાત ન હતી પરંતુ અમે ક્યારે પણ સરકાર સાથે છેતરપિંડી કરી નથી. અગામી વિધાનસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રની ૨૮૮ સીટોમાંથી ભાજપ ૧૫૦ અને શિવસેના ૧૨૪ સીટો પરથી ચૂંટણી લડશે. આદિત્ય ઠાકરે વર્લીમાંથી ચૂંટણી લડશે. પ્રથમ વાર ઠાકરે પરિવારે કોઈ સભ્યને ચૂંટણીમાં ઉતાર્યો છે.
ઉદ્ધવે પાર્ટીના મુખપત્ર સામનાને કહ્યું- ગઠબંધનમાં રહેવા દરમિયાન જો ગતિ વધી રહી છે તો બંને પક્ષોએ સાવધાની રાખવી જોઈએ. જો આમ ન થાત તો તેના કારણે અકસ્માત થઈ શકે છે.