જ્વેલ્સ સર્કલ નજીક કાર વિક્ટોરીયાની દિવાલમાં ઘુસી

768
bvn1432018-8.jpg

શહેરના જ્વેલ્સ સર્કલ નજીક સાંજના સુમારે એક કાર પુરપાટ ઝડપે વિક્ટોરીયાની દિવાલમાં ધડાકાભેર ઘુસી ગઈ હતી. જો કે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના જ્વેલ્સ સર્કલ નજીક સાંજના સુમારે સ્કુલના બાળકો ભરેલી રીક્ષા રોડ પર અચાનક ઉભી રહી જતાં રીક્ષા બચાવવા જતા કાર નં.જીજે૪ સીઆર ૦૦૧૬ના ચાલક ઉમેશભાઈ વાલજીભાઈ મેરે કાર વિક્ટોરીયાની દિવાલમાં ઘુસાડી દીધી હતી. બનાવમાં કારને ઘણુ નુકશાન થવા પામ્યું છે. જો કે, કોઈ જાનહાની થવા પામી ન હતી. બનાવની જાણ થતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે.

Previous articleસગી માતાએ પાંચ વર્ષના પુત્રને ફુટપટ્ટીથી માર માર્યો
Next articleપ્રોહી. અને મારામારીના ગુન્હામાં ફરાર બુટલેગર અમર ઉર્ફે ખાજલી ઝડપાયો