પ્રોહી. અને મારામારીના ગુન્હામાં ફરાર બુટલેગર અમર ઉર્ફે ખાજલી ઝડપાયો

670
bvn1432018-3.jpg

ભાવનગર શહેરમાં રહેતો હાલ સુરત નાસી છુટેલ કુખ્યાત બુટલેગર અમર ઉર્ફે ખાજલીને વેળાવદર ભાલ અને નિલમબાગ પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહીબીશન અને મારામારીના ગુન્હામાં આર.આર. સેલની ટીમે કાળીયાબીડ ટાંકી પાસેથી ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે.
ભાવનગર રેન્જ, ભાવનગર સ્ટાફનાં માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન લખુભાઇ હોલ પાસે આવતાં પો.કો. ઉમેશભાઇ સોરઠીયા તથા અરવિંદભાઇ પરમારને બાતમીરાહે હકિકત મળેલ કે,નિલમબાગ પો.સ્ટે.માં ઇ.પી.કો. કલમઃ- ૩૨૩, ૫૦૬ (૨) વિગેરે મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી અમર ઉર્ફે ખાજલી મહેન્દ્રભાઇ રહે.દેવુબાગ, ભાવનગર હાલ-સુરતવાળો કાળીયાબીડ, પાણીની ટાંકી પાસે ગ્રે કલરનો આખી બાયનો શર્ટ તથા ક્રિમ કલરનું પેન્ટ પહેરીને ઊભો છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં ઉપરોકત વર્ણનવાળા અમર ઉર્ફે ખાજલી  મહેન્દ્રભાઇ રૂપડા ઉ.વ.૩૦ રહે.પ્લોટ નં.૨૪/૨૫,ડિ.કે. નગર,કતારગામ,સુરતવાળા મળી આવતાં તેને ઉપરોકત ગુન્હાનાં કામે ધોરણસર અટક કરવામાં આવેલ છે.તેની પુછપરછ કરતાં તેને ઉપરોકત ગુન્હામાં તથા વેળાવદર પોલીસ  સ્ટેશનનાં ઇંગ્લીશ દારૂનાં ગુન્હામાં પકડવાનો બાકી હોવાનું જણાવેલ. તેને નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.
આ સમગ્ર કામગીરીમાં આર.આર. સેલ સ્ટાફનાં ગંભીરસિંહ ચુડાસમા, જગદેવસિંહ ઝાલા, અરવિંદભાઇ પરમાર, ઉમેશભાઇ સોરઠિયા તથા ડ્રાયવર ગોપીદાન ગઢવી વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Previous articleજ્વેલ્સ સર્કલ નજીક કાર વિક્ટોરીયાની દિવાલમાં ઘુસી
Next articleમહુવા કંસારા બજારમાં વર્લી મટકાના આંકડા લેતા બે ઝડપાયા