ભારતીય હવાઇ દળના સ્થાપના દિવસની આજે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હવાઈ દળના વિમાનો અને હેલિકોપ્ટરોએ દિલધડક પરાક્રમો યોજીને રોમાંચક વાતાવરણ સર્જી દીધું હતું. ગાજિયાબાદના હિંડન એરબેઝ ખાતે કાર્યક્રમ યોજાયુ હતુ. જેમાં સૌથી ખતરનાક યુદ્ધ હેલિકોપ્ટર અપાચેની ગર્જના સાંભળવા મળી હતી. આ ઉપરાંત ચીનુક હેલિકોપ્ટર, તેજસ વિમાન પણ જોવા મળ્યા હતા. કાર્યક્રમ વેળા બાલાકોટ હવાઈ હુમલામાં સામેલ બે સ્પોડ્રોનને કાર્યક્રમ વેળા સન્માનિત કરવામાં આવી હતી. મિ-૨૧ બાદ તેજસે પોતાના પરાક્રમો દર્શાવ્યા હતા. આ કાર્યક્રમના ગાળા દરમિયાન સુખોઇ અને ગ્લોબ માસ્ટર વિમાને પણ ઉંડાણ ભરી હતી. આ કાર્યક્રમમાં તમામનું ધ્યાન અભિનંદન વર્ધમાને ખેંચ્યું હતું.
અભિનંદને મિગ-૨૧ ઉડાવ્યું ત્યારે લોકો રોમાંચિત થઇ ગયા હતા. બાલાકોટ હવાઈ હુમલામાં સામેલ રહેલી ટુકડીને સન્માનિત કરવામાં આવી હતી. ૫૧ સ્કોડ્રોન અને નવ સ્કોડ્રોનને ફેબ્રુઆરીમાં બાલાકોટ હવાઈ હુમલા વેળા મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતીય હવાઈ દળની સ્થાપના ૮મી ઓગસ્ટ ૧૯૩૨ના દિવસે કરાઈ હતી. યુદ્ધ વિમાન તેજસે પરાક્રમ દેખાડ્યા હતા.
એરશોમાં અભિનંદન વર્ધમાને તમામનુ ધ્યાન ખેંચ્યુ હતુ. હવાઈદળના વડા એરચીફ માર્શલ રાકેશ ભદોરિયાએ કહ્યું હતું કે, ભારતીય હવાઈ દળ ટુંકી નોટિસ ઉપર પણ યુદ્ધ લડવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. અમારી સેના સંપૂર્ણ સક્ષમ છે. કોઇપણ મુશ્કેલીનો સામનો કરવાની સ્થિતિમાં છે. હવાઈ દળના સ્થાપના દિવસના પ્રસંગે જવાનોને સંબોધતા ભદોરિયાએ કહ્યું હતું કે, હવાઈ દળ દેશની સામે રહેલા પડકારોને સફળતાપૂર્વક પાર પાડવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. બહુપક્ષીય વ્યૂહાત્મક ક્ષમતાઓ હાસલ કરી લેવામાં આવી છે. ભૂમિ સેના અને નૌકા સેનાની સાથે મળીને સંયુક્તરીતે કામ કરવા માટે પણ અમે તૈયાર છીએ. તેમણે ઉમેર્યું હતું કે, તમામ હવાઈ દળના જાંબાજો તરફથી તેઓ રાષ્ટ્રના લોકોને વિશ્વાસ અપાવવા માંગે છે કે, આસમાનમાં પણ દેશની સુરક્ષાને જાળવી રાખવા માટે અમારી સેના સંપૂર્ણપણે સજ્જ છે. ભારતીય હવાઈ દળ દુનિયામાં ચોથા સૌથી શક્તિશાળી હવાઈ દળ તરીકે રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, પઠાણકોટમાં હવાઈ દળના હેડક્વાર્ટર પર થયેલા ત્રાસવાદી હુમલાને ધ્યાનમાં લઇને કોઇપણ પડકારને પહોંચી વળવા માટે હવાઈ દળના સ્થળોની સુરક્ષા વધારી દેવામાં આવી છે.હવાઈ દળે આજે ૮૭માં સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. એરફોર્સના જુદા જુદા અધિકારીઓ સામેલ રહ્યા હતા. દિવસ દરમિયાન દેશના વિવિધ ભાગોમાં ઉજવણી કરવામાં આવી હતી. વૈશ્વિક ક્ષેત્રમાં હાલમાં જુદા જુદા દેશો વચ્ચે ગળા કાપ સ્પર્ધા હથિયારોને લઇને ચાલી રહી છે. આ પ્રસંગે હિડન એરબેઝ ઉપર ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં હવાઈ દળના વિમાનોએ શક્તિ અને સૌર્યનું પ્રદર્શન કર્યું હતું. આકાશમાં દિલધડક પરાક્રમો દર્શાવવામાં આવ્યા હતા. આ ગાળા દરમિયાન હવાઈ દળના સુખોઇ જેગુઆર, તેજસ, મિરાજ, મિગ, યુદ્ધવિમાન સી-૧૭, સી-૧૩૦ જેવા પરિવહન વિમાન અને હેલિકોપ્ટર એરડિસ્પ્લેમાં સામેલ થયા હતા. જવાનોએ દિલધડક પરાક્રમો દર્શાવીને ઉપસ્થિત રહેલા લોકોને રોમાંચિત કરી દીધા હતા અને આશ્ચર્યચકિત પણ કરી દીધા હતા. સ્થાપના દિવસના કાર્યક્રમ ઉપર મોટી સંખ્યામાં લોકો પણ ઉજવણીને જોવા માટે પહોંચ્યા હતા. સુખોઇ જેગુઆર, તેજસ અને હવાઈ દળના યુદ્ધ વિમાનોને સૌથી શક્તિશાળી અને આધુનિક વિમાનો ગણવામાં આવે છે. હવાઈ દળના સ્થાપના દિવસના દિવસે ગાઝિયાબાદ હિડન એરફોર્સ સ્ટેશન પર ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દિલધડક પરાક્રમો જોવા મળ્યા હતા.
હવાઇ દળના જાંબાઝ જવાનોએ ગજબના કરતબો દર્શાવ્યા હતા. આયોજનમાં વાયુ સેનાના મિગ-૨૯, જગુઆર, મિરાજ-૨૦૦૦, સુખોઇ-૩૦, એમકેઆઈ ફાઇટર વિમાનો, રુદ્ર હેલિકોપ્ટરોનો સમાવેશ થાય છે. ૮મી ઓક્ટોબરના દિવસે દર વર્ષે હવાઈદળ દિવસની ઉળજવણી કરવામાં આવે છે. ગાઝિયાબાદના હિંડન એરપોર્ટ પર આર્મી ચીફ બિપીન રાવત પણ પહોંચ્યા હતા. પરેડની સલામી એરફોર્સના વડા ભદોરિયાએ લીધી હતી.