અમદાવાદ-મુંબઈ વચ્ચે તેજસ ટ્રેન ટૂંકમાં દોડશે

436

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે અમદાવાદથી મુંબઈ વચ્ચે પ્રથમ પ્રાઇવેટ ટ્રેન તેજસ આગામી મહિનાથી દોડવાની શરૂઆત કરશે. પ્રથમ પ્રાઇવેટ ટ્રેન તેજસને લઇને ઉત્સુકતા વધી ગઈ છે. અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૮ પર આ ટ્રેન પહોંચ્યા બાદ તેની ઉત્સુકતા વધી ગઈ છે. અલબત્ત આ ટ્રેન એક મહિના પહેલા અમદાવાદ પહોંચી હતી પરંતુ ટ્રેનની જાળવણીના હેતુસર તેને કાંકરિયા યાર્ડમાં રાખવામાં આવી હતી. હવે આ ટ્રેન દોડવાની શરૂઆત કરનાર છે. દેશની પ્રથમ પીપીપી મોડલવાળી આ ટ્રેન રહેલી છે જેને ચલાવવાની જવાબદારી ઇન્ડિયન કેટરિંગ એન્ડ ટ્રાવેલ કોર્પોરેશનને સોંપવામાં આવી છે. આ ટ્રેન શરૂઆતના ત્રણ વર્ષ સુધી આઈઆરસીટીસી દ્વારા ચલાવવામાં આવશે. બીજી નવેમ્બરથી આ ટ્રેેન શરૂ થઇ શકે છે. એરલાઈનની જેમ જ આ ટ્રેનમાં યાત્રીઓને ટ્રોલી મારફતે ટ્રેન હોસ્ટેસ જેવા ઉપલબ્ધ કરાવશે. દરેક કોચમાં ચાર-કોફી વેન્ડિંગ મશીન મુકવામાં આવ્યા છે. દરેક યાત્રીને દરેક કોચમાં આરો ફિલ્ટર વોટર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉતરતા પહેલા યાત્રીને સવારે વેલકમ ટી, બ્રેકફાસ્ટ, સ્નેક્સ આપવામાં આવશે. સાંજે હાઈટી અને મોડી રાત્રે ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. લોકપ્રિય સૈફ તરફથી પસંદગીના ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવશે. પાણીનો ઓછો ઉપયોગ થાય તે માટે બાયોવેક્યુમ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે. શૌચાલયમાં ટચલેસ પાણીના નળ, સાબૂ અને હાથ સુકવવાના મશીન મુકવામાં આવ્યા છે. એલસીડી અને વાઈફાઈની સુવિધા રહેશે. આ અતિઆધુનિક સુવિધાવાળી ટ્રેન છે જેમાં દરેક સીટ પર એલસીડી સ્ક્રીન રહેશે.

તમામ ડબ્બા ઓટોમેટિક દરવાજાથી ખુલશે. અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડતી આ ટ્રેનમાં છ દિવસ યાત્રા થશે. આમા ૧૮ કોચ લાવવામાં આવશે. આ ટ્રેનની શરૂઆત ઉત્તરપ્રદેશમાં થઇ ચુકી છે. ટ્રેન ગુરુવારને બાદ કરતા તમામ દિવસે દોડશે.

Previous articleમોદી સરકાર દેશના હિતમાં કઠોર નિર્ણય કરવામાં સક્ષમ : ભાગવત
Next articleરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસની ગુજરાત મુલાકાતે આવશે