મહુવા બગદાણા રૂટ માં કન્ડક્ટર હિંમતભાઈ વાઘ ને ત્રણ શખ્સે જ્ઞાતિ વિશે અપ શબ્દો કહી મારતા હોસ્પિટલ માં દાખલ કરેલ જેથી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા અને ભવિષ્યમાં આવા બનાવો બનતા અટકે તે બગદાણા પોલીસ સ્ટેશન ના પીએસઆઇ ને અને મહુવા ડેપો મેનેજર સહિત એસ.ટી. યુનિયનનો ના પદાધિકારીઓ રજનીભાઈ દેવમોરારી, ત્રિભોવનભાઈ ગોહિલ, કિશોરભાઈ અને ગુજરાત કર્મચારી ઉત્કર્ષ મંડળ ના પૂ. પ્રમુખ દિનેશરાજ રાવલિયા તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત એસ.ટી. કર્મચારીઓ સાથે તપાસનિશ અધિકારીઓ ને લેખિત અને મૌખિક ઉગ્ર રજૂઆત કરી હતી.