સુભગ મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવાયો

1279
bvn1432018-14.jpg

ભાવનગર શહેરમાં મહિલાઓના ઉત્કર્ષ માટે કામ કરતી સરદારનગર ખાતે આવેલી સંસ્થા સુભગ મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે આજે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્દઘાટન મેયર નિમુબેન બાંભણીયાના હસ્તે કરાયું હતું. સુભગ મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા સરદારનગર ખાતે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે વિશિષ્ટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં નાયબ કમિશ્નર જે.એ.રાણા, ‘લોકસંસાર’ પરિવારના જુસબભાઈ સીદાતર, પ્રભાબેન પટેલ, ડો. ચંદ્રીકાંતબેન સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. મહિલા દિનની  ઉજવણી નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બાળાઓ અને બહેનો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવી હતી. જયારે ઉપસ્થિત આગેવાનોએ મહિલાઓને આરોગ્ય તથા કાયદાનું માર્ગદર્શન આપવા ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા જયારે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી સુમનબેન ચૌધરી સહિતે જહેમત ઉઠાવી હતી. 

Previous articleહાદાનગરમાં ડાયાબીટીસ કેમ્પ
Next articleઉનાળાના પ્રારંભે જ સિહોરમાં પાણીની સમસ્યા