બાબરાના તાઇવદર ગામની શીમ માંથી સ્કોર્પીયો કારમાં ઇંગ્લીશ દારૂનો જથ્થા સાથે એક ઝડપાયો

373

અમરેલી એસ.ઓ.જી. પોલીસ ટીમે બાબરા પોલીસ મથક વિસ્તાર માં બાતમી રહે મળેલી માહિતી મુજબ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન  તાઇવદર ગામની સીમમાં વાડી વિસ્તાર માં પડેલી સ્કોર્પીયો  કાર માંથી  ઇંગ્લીશ   દારૂ બોટલ નંગ-૧૫૫ સાથે  ૧. હરપાલ પ્રતાપ ખાચર ઉ.વ.૨૭ રહે.તાઇવદર તા.બાબરા ને મુદ્દામાલ દારૂ સહિત કાર સાથે ઝડપી પડેલ છે જ્યારે દારૂ ના રેકેટ સાથે સંકળાયેલ જાહેર થયેલો ૨. વિજય કાઠી રહે રાયપર તા.ગઢડા જિ.બોટાદ નાસી છૂટ્યા નું જાણવા મળે છે

એસ ઓ જી પોલીસ ઇન્સ  આર કે કરમટા રેઇડ દરમ્યાન ભારતીય બાનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૫૫ કિ.રૂા.૭૭,૯૬૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂા.૫૦૦૦/- તથા સ્કોર્પીયો કાર કિ.રૂા.૨,૦૦,૦૦૦/- સહીત કુલ કિ.રૂા.૨,૮૨,૯૬૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને આરોપી વિરૂધ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ બાબરા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજી. કરી વધુ તપાસ અર્થે સોંપી આપેલ છે

Previous articleસિહોરની જે.જે.મહેતા ગર્લ્સ હાઈસ્કુલ ખાતે નવરાત્રી મહોત્સવ યોજાયો
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે