બરવાળા ખાતે ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજ દ્વારા શસ્ત્રપુજન કાર્યક્રમ યોજાયો

534

બરવાળા ખાતે ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજ દ્વારા શસ્ત્ર પુજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં  કમલેશભાઈ રાઠોડ, ભોલાભાઈ મોરી, આણંદસિંહ ડોડીયા, ચંદુભાઈ રાઠોડ, ધર્મેન્દ્રસિંહ વેગડ, લાલભાઈ મોરી સહિતના બરવાળા તાલુકાનાં રાજપુત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શાસ્ત્રોકત વિધિ અનુસાર શસ્ત્રપુજન કરવામાં આવ્યું હતુ.

ક્ષત્રિય કારડીયા રાજપુત યુવા સંગઠન બરવાળા તાલુકા દ્વારા તા.૦૮/૧૦/૨૦૧૯ ના રોજ સવારના ૯ઃ૦૦ કલાકે કમલમ હોલ,બરવાળા ખાતે શસ્ત્રપુજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં પૂજ્ય મનોહરભારતી બાપુ(મહંતશ્રી મેલડીમાતા  મંદિર મુંગલપુર),પૂજ્ય સરજુદાસજી બાપુ (મહંતશ્રી રામજી મંદિર), પૂજ્ય જગદેવદાસજી બાપુ (મહંતશ્રી લક્ષ્મણજી મંદિર બરવાળા) તેમજ રાજપુત સમાજના આગેવાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી “જય ભવાની” ના નાદ સાથે કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.ત્યારબાદ બરવાળા તાલુકાના ગામોમાંથી ઉપસ્થિત રહેલા કારડીયા રાજપુત સમાજના આગેવાનો,યુવાનો દ્વારા વૈદીક શાસ્ત્રોકત વિધી અનુસાર શસ્ત્રપુજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત સાધુ-સંતો દ્વારા પ્રાસંગીક પ્રવચનો આપી આશિર્વચન પાઠવ્યા હતા.

આ શસ્ત્રપુજન કાર્યક્રમને સફળ બનાવવા શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત યુવા સંગઠનની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

Previous articleમહુવા બગદાણા રૂટમાં કન્ડકટરને માર મારતા રજુઆત
Next articleલાઠી તાલુકામાં નવરાત્રી મહોત્સવમાં વાગની સ્પર્ધા યોજાઈ