બાબરા શહેર માં છેલ્લા ૧૩૦ વર્ષ થી અહીના રામજીમંદિર ચોક ખાતે શ્રી મહાકાળી ગરબી મંડળ ના સભ્યો દ્વારા વિજયાદશમી પર્વ દશેરા ના દિવસે ભારે આસ્થા પુર્વક શ્રી રામચંદ્ર ભગવાન અને લંકાપતિ રાવણ વચ્ચે બાબરા ની મુખ્ય બઝાર માં ધમાસાણ યુધ્ધ ખેલવા માં આવે છે અને અસત્ય ઉપર સત્ય ના વિજય રૂપી ધમાસાણ યુધ્ધ ના અંતે ભગવાન શ્રી રામ ના તીર થી દશાનંદ નો સરાજાહેર વધ નો ધાર્મિક કાર્યક્રમ યોજવા માં આવે છે
બાબરા શહેરમાં છેલ્લા ૧૩૦ વર્ષ થી મુખ્ય બઝાર માં ગરબી મંડળ આયોજિત ધમાસાણ માં વિવિધ વેશભૂષા સહિત નવરાત્રી આયોજન થાય છે જેમાં સાતમાં નોરતે રાત્રે અતિપ્રચલિત મહાકાળી માતાજી ની ઉત્પતી અને પાવાગઢ નો પતય નામક ધાર્મિક આયોજનો સંપન્ન થાય છે જ્યારે દશમ દશેરા ના દિવસે વહેલી સવારથી મુખ્ય ચોક માં ભારે ઉત્સાહ પૂર્વક યુવાનો બાળકો અને આજુબાજુ માંથી યુધ્ધ જોવા આવેલા લોકો ની ભારે ભીડ અને કોલાહલ વચ્ચે લંકાપતી રાવણ દ્વારા હરણ કરવા માં આવેલ માતા સીતાજી ને છોડાવવા ભગવાન શ્રીરામ લ્ક્ષમણ સહિત વાનરરાજ હનુમાનજી શહેર ની બઝારો માં ભ્રમણ કરી અને યુધ્ધ માટે લંકાપતિ રાવણ ને લલકાર કરવા માં આવે છે આ દશાનંદ રાવણ પોતાની સેના સહિત લોકો ની નાસભાગ વચ્ચે સામસામી ગદાયુધ્ધ ખેલી બાદ શ્રી રામચંદ્રજી દ્વારા પોતાના ભાથામાંથી છોડેલા તિર થી રાવણવધ કરવા માં આવે છે અને લોકો દ્વારા હિંદુ હદય સમ્રાટ ઇષ્ટદેવ શ્રી રામનો જયઘોષ સાથે વિજયાદશમી પર્વ મનાવવા માં આવેછે બાબરા શહેર માં હિંદુ અને મુસ્લિમ બિરાદરો કોમી એખલાસ ભર્યા માહોલ માં એકબીજા ના તહેવારો માં શરીખ થાય છે ૧૩૦ વર્ષ થી ચાલતી ગરબી માં અનેક મુસ્લિમ બિરાદરો પણ વિવિધ પાત્રો ભજવી ચુક્યા છે અને આજના દિવસે આસ્થા પૂર્વક વિવિધ કામગીરી સાથે પ્રસાદ રૂપે શ્રી હનુમાનજી સહિત ના પાત્રો ના હાથે ગદા સહિત નો મીઠો માર ખાવા હિંદુ મુસ્લિમ બિરાદરો ની ભીડ જામે છે લોકો ની મુખ્ય બઝાર માં દોડધામ વચ્ચે એક બીજા મિત્રો એક બીજા ને પકડી રાખી અને ગદા રૂપી માર ખવડાવવા નું પણ ભૂલતા નથી
તમામ પાત્રો ની વેશભૂષા માટે બીટુભાઈ ભુપતાણી જહેમત ઉઠાવે છે જયારે રાવણ નું પાત્ર ભજવતા ઘુઘાભાઈ બાવળિયા શહેર માં હોટ ફેવરીટ કિરદાર માટે રાવણ ના હુલામણા નામથી જાણીતા છે ૧૩૦ વર્ષ જૂની મહાકાળી ગરબી મંડળ માં છેલ્લી ચાર ચાર પેઢી ના પરિવારો કાર્યરત છે અને પોતાના વડવા દ્વારા વિજયાદશમી ના દિવશે ભજવેલા પાત્રો ભજવવા માટે અને ગરબી મંડળ નું સંચાલન કરવા તત્પર રહે છે યુધ્ધ દરમ્યાન થતી આર્થિક આવક માંથી પશુ ચારો સહિત જરૂરીયાત મંદ ની મદદ સહિત નવરાત્રી દરમ્યાન જુની પરંપરા જીવંત રાખવા ના કાર્યકરવા માં આવી રહ્યા છે ૧૩૧ માં વર્ષે દશાનંદ રાવણ ના વધ બાદ બાબરા શહેર માં મીઠાઈ ખરીદી અને એક બીજા ના મો મીઠા કરાવી અસત્ય ઉપર સત્ય ના વિજય રૂપે દશેરા પર્વ ઉજવવા માં આવ્યું હતું