ઉનાળાના પ્રારંભે જ સિહોરમાં પાણીની સમસ્યા

742
bvn1432018-1.jpg

સિહોરમાં હાલ પાણી બાબતે મોકાણો શરૂ થઈ છે. જેમાં સિહોરના આધાર-સ્થંભ સમા ગૌતમેશ્વર તળાવ નબળા ચોમાસાને કારણે ખાલી ખમ છે. હાલ સિહોર પાલિકા દ્વારા મહીપરીએજના પાણી તથા અમુક ડારથી પાણી વિતરણ શરૂ છે. જે ૮ થી ૧૦ દિવસે ૧ વાર પાણી વિતરણ થાય છે. પ્રજા પાણી માટે વલખા મારતી જોવા મળે છે. સોસાયટી કે શેરી મહોલ્લા કે નગરમાં એક જ ચર્ચા તમારે આજે પાણી આવ્યું? કયારે આવશે?સરકારની વિવિધ યોજનાઓ દ્વારા સંમ્પો બનાવવામાં આવે છે. પરંતુ પાણી વગર ખાલી ખમ જોવા મળે છે. ત્યારે સિહોરની પોટરી ચાલી વિસ્તારમાં લોકો પાણી માટે ભારે હાડમારી ભોગવી રહ્યા છે ઉનાળાના પ્રારંભે પાણી અંગે પ્રશ્નોની હારમાળાઓ સર્જાય છે. તો હજુ તો પુરો ઉનાળો બાકી છે. લોકો પાણી વગર તડફડીયા મારતા જોવા મળે તેવા દિવસો દુર નથી. અમુક વિસ્તારોમાં પાણીનો બેફામ વેડફાટ જોવા મળે છે. બજારોમાં બેફામ પાણીની રેલમછેલ જોવા મળે છે. જયારે લોકો વિચારે છે. પીવાના પાણી મળતા નથી અને બજારોમાં પાણીની રેલમછેલ કેમ ?

Previous articleસુભગ મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવાયો
Next articleનાગધણીબા ગામે લાઈટના અજવાળે જુગાર રમતા શખ્સો ઝડપાયા