કિયારાનુ ટિ્‌વટર એકાઉન્ટ હેક કરાતા નવી ચર્ચા છેડાઇ

487

ખુબસુરત સ્ટાર કિયારા અડવાણી કબીર ફિલ્મની સફળતા બાદ સુપરસ્ટાર અભિનેત્રીઓની યાદીમાં જોડાઇ ગઇ છે. હાલમાં તેની પાસે કેટલીક ફિલ્મો રહેલી છે. તેની પાસે જે ફિલ્મો છે તેમાં ગુડ ન્યુઝ ફિલ્મ પણ છે. જેમાં તે કરીના કપુરની સાથે કામ કરી રહી છે. હાલમાં રજૂ કરવામાં આવેલી ફિલ્મ કબીર સિંહમાં તેની એક્ટિંગ કુશળતાની ભારે પ્રશંસા થઇ હતી. આ ફિલ્મમાં શાહિદ કપુરે યાદગાર ભૂમિકા અદા કરી હતી. તેની કેરિયરની સૌથી મોટી ફિલ્મ તરીકે આ સાબિત થઇ હતી. કિયારા અડવાણીનુ ટ્‌વીટર એકાઉન્ટ્‌સ હેક કરી લેવામાં આવતા ચાહકોમાં આને લઇને ભારે ચર્ચા છે. કિયારા સોશિયલ મિડિયા પર ખુબ સક્રિય છે. જો કે તે હાલમાં હેકિંગનો શિકાર થઇ ગઇ છે. કિયારાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાના ચાહકોને સુચના આપી છે કે તે પોતાના નજીકના લોકોને જેમ તેમ મેસેજ ન મોકલે તે જરૂરી છે. કિયારાએ કહ્યુ છે કે તેની ટીમ ફરી એકવાર એકાઉન્ટ પરત મેળવી લેવાના પ્રયાસ કરી રહી છે. કિયારાએ ફેન્સને કહ્યુ છે કે તેઓ લાપરવાહીથી કોઇ પણ ક્લિક કરવાની ભુલ ન કરે. કારણ ે આના કારણે સમસ્યા ઉભી થઇ શકે છે. તેમના એકાઉન્ટસ પર કરવામાં આવી રહેલા ટ્‌વીટ્‌સને સતત નજરઅંદાજ કરવામાં આવે તે સારી રીત છે. કિયારા અડવાણી બોલિવુડમાં એક આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી ચુકી છે તેની પાસેથી આગામી દિવસોમાં વધારે સારી ફિલ્મો આવી શકે છે. તે લાંબી ઇનિગ્સની ખેલાડી હોવાની વાત તમામ નિર્માતા નિર્દેશકો તરતથી  કરવામાં આવી રહી છે.

Previous articleહાઉસફુલ-૪ મોંઘી કોમેડી ફિલ્મ તરીકે રહેશે
Next articleરિતિક રોશન તેમજ ટાઇગર અભિનિત ફિલ્મે રેકોર્ડ કર્યા