બેન સ્ટોક્સની પત્નીએ પોતાને માર મારવાની વાત નકારી, કહ્યુંઃ ’તે માત્ર પ્રેમ હતો’

447

ઇંગ્લેન્ડના ધાકડ ઓલરાઉન્ડર બેન સ્ટેક્સ એક વખત ફરી વિવાદોથી ઘેરાઇ ગયા છે. જ્યારે તેની પર પત્ની સાથે મારપીટનો આરોપ લાગ્યો. પરંતુ આ મામલો વાયુ વેગે ફેલાય તે પહેલા તેની પત્ની ક્લેયરે હકીકત જણાવી છે. ક્લેયરે કહ્યું કે આ દરેક રિપોર્ટ નકલી છે.

જેમા કહેવામાં આવ્યું છે કે બેને મારું ગળું દબાવવાની કોશિશ કરી છે. જોકે, આ મામલો એક પાર્ટીથી જોડાયેલો છે. જ્યાં એવું કહેવામાં આવ્યું હતું કે બેન સ્ટોક્સે તેની પત્નીનું ગળું દબાવવાની કોશિશ કરી હતી.

આ મામલો પ્રોફેશનલ ક્રિકેટર્સ એસોસિએશન એવોર્ડ દરમિયાન એક તસવીરથી જોડાયેલો છે. જેમા સ્ટોક્સનો હાથ તેની પત્નીના ગળા પર છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ ગયો જે બાદ સ્ટોક્સની પત્ની ક્લેયરે સ્પષ્ટતા કરી છે.

ટિ્‌વટર પર ક્લેયરે સ્પષ્ટતા કરી છે કે મને વિશ્વાસ નથી થઇ રહ્યો કે લોકો આ કઇ રીતે બનાવી શકે છે. હું અને બેન મસ્તી-મજાકમાં એકબીજાનું મોં દબાવી રહ્યા હતા. આમ કરીને અમે એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરી રહ્યા હતા. પરંતુ લોકોએ તેને કહાની બનાવી દીધી. તે બાદ અમે મેકડોનાલ્ડ્‌સમાં પણ ગયા.

Previous articleરિતિક રોશન તેમજ ટાઇગર અભિનિત ફિલ્મે રેકોર્ડ કર્યા
Next articleઆજે ભારત અને સા.આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ, વરસાદનું તોળાતું સંકટ