ભારતીય ટીમે વિશાખાપટ્ટનમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ૨૦૩ રને વિજય મેળવી ત્રણ મેચની શ્રેણીમાં ૧-૦થી લીડ મેળવી લીધી છે. જોકે પૂણેમાં રમાનારી બીજી ટેસ્ટ પહેલા ટીમ માટે સારા સમાચાર આવી રહ્યા નથી. પૂણેમાં બીજી મેચ આજથી રમવાની છે. સવારે ૯.૩૦થી લાઇવ રમાશે. બંને ટીમો ત્યાં પહોંચી ગઈ છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયમશિપમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે નજર કરી રહેલી બંને ટીમો માટે હવે મોસમ સૌથી મોટો પડકાર છે. આવા સમયે બધાની નજર તેના ઉપર ટકેલી છે કે પૂણેમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ રમાશે કે નહીં.
જો આ મેચ ડ્રો રહે તો બંને ટીમોને ૧૩-૧૩ પોઇન્ટ આપવામાં આવશે. જ્યારે મેચમાં જીત મેળવનાર ટીમને ૪૦ પોઇન્ટ મળે છે. ચેમ્પિયનશિપનું ફોર્મેટ એવું છે કે દરેક મેચની મહત્વપૂર્ણ બનાવી દીધી છે. હાલ પૂણેમાં તડકો છે પણ આવનાર દિવસોમાં વરસાદની સંભાવના છે અને બીજી ટેસ્ટના પ્રથમ દિવસે સ્થિતિ સારી જોવા મળતી નથી.
દક્ષિણ આફ્રિકાનો કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ પણ પૂણેની પિચને લઈને નિવેદન કરી ચૂક્યો છે. પ્રથમ ટેસ્ટ પછી પ્લેસિસે કહ્યું હતું કે હું નથી જાણતો કે પૂણેની પિચ કેવી હશે પણ સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં સુખેલી પિચ બનાવની સંભવ રહેશે નહીં. બસ એટલી આશા છે કે વિશાખાપટ્ટનમ ટેસ્ટથી શાનદાર હશે
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં હાલ ભારતીય ટીમ ૧૬૦ પોઇન્ટ સાથે પ્રથમ નંબરે છે. ન્યૂઝીલેન્ડ ૬૦ પોઇન્ટ સાથે બીજા અને શ્રીલંકા ૬૦ પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે છે. ઓસ્ટ્રેલિયા ચોથા અને ઇંગ્લેન્ડ પાંચમાં નંબરે છે. બંનેના ૫૬-૫૬ પોઇન્ટ છે.