ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આશરે ત્રણ મહીનાથી ક્રિકેટના મેદાનથી દૂર છે. ઇંગ્લેન્ડમાં થયેલા આઇસીસી વર્લ્ડ કપ ૨૦૧૯ની સેમીફાઇનલમાં ન્યુઝીલેન્ડના હાથે હાર બાદથી ધોનીએ ટીમ ઇન્ડિયા માટે કોઇ મેચ રમી નથી. જોકે, હવે તેમના સંન્યાસની ખબર પર વિરામ લાગી ગયો છે. આ અંગે ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીથી પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે ધોનીને ક્યારે ટીમમાં વાપસી કરવાની છે. તેનો નિર્ણય ધોની પોતે કરશે. ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ ટીમ ઇન્ડિયામાં મહેન્દ્ર સિંહ ધોનીના ભવિષ્ય પર કહ્યું કે ભવિષ્ય પર કહ્યું કે હું વર્લ્ડ કપ બાદથી ધોનીને મળ્યો નથી. એક ઇન્ટરવ્યુમાં રવિ શાસ્ત્રીને જ્યારે પૂછવામાં આવ્યું કે શુ ટીમમાં ધોનીની વાપસીનો વિકલ્પ ખુલ્લો છે. તેમણે કહ્યું કે ટીમમાં પરત આવવા માંગે છે તો તેમનો નિર્ણય તેમની પર છે. ધોની ભારતના મહાનતમ ખેલાડીઓમાં ઓળખવામાં આવે છે. શાસ્ત્રીએ કહ્યું કે હું વર્લ્ડકપ બાદથી ધોનીને મળ્યો નથી. પહેલા ધોનીએ ક્રિકેટ રમવાની શરૂ કરવી પડશે. હેડ કોચ રવિશાસ્ત્રીએ ઋદ્ધિમાન સાહાને દુનિયાના હાલના સમયના સર્વશ્રેષ્ઠ વિકેટકીપર ગણાવતા કહ્યું કે ઋષભ પંતને ટેસ્ટ ટીમમાં એટલા માટે સામેલ કરવામાં આવ્યા હતા કારણકે તેમને ઇજા થઇ હતી. તે દુનિયાના બેસ્ટ વિકેટકીપર છે અને ઘરેલુ હાલાતમાં જ્યાં ઉછાળો અસમાન રહે છે.