વડાપ્રધાન નરેન્દ્ર મોદી અર્થતંત્રને પાટા પર લાવવા માટે નવા નવા પગલા લેવા જઇ રહી છે. કેટલીક રાહતોની જાહેરાતો પહેલાથી જ કરવામાં આવી ચુકી છે. હવે રોજગારની તકોને વધારી દેવા માટે બીજા વધારાના પગલા પણ લેનાર છે. જેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન કચેરી (પીએમઓ) દ્વારા લેબર મંત્રાલયને કહ્યુ છે કે રોજગારની તકોને વધારી દેવા માટે કાર્ય યોજના તૈયાર કરવામાં આવે તે જરૂરી છે. સુત્રોના કહેવા મુજબ શ્રમ મંત્રાલય દ્વારા કાર્ય યોજના પર કામ શરૂ કરી દેવામાં આવ્યુ છે. શ્રમ પ્રધાન સંતોષ ગંગવારે કહ્યુ છે કે સરકાર ભરચક પ્રયાસો કરી રહી છે કે અર્થતંત્રમાં તેજી લાવવામાં આવે. આમાં ટુંક સમયમાં જ સફળતા પણ મળી શકે છે. આના કારણે રોજગારીની તકોમાં વધારો થનાર છે. કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો પણ આના માટે જ કરવામાં આવ્યો છે. કેટલાક એવા સેક્ટર છે જેમાં ધ્યાન આપવાની જરૂર છે. સરકાર તેના પર કામ કરી રહી છે. એક વરિષ્ઠ અધિકારીના કહેવા મુજબ રોજગારને વધારી દેવા માટે ટુંક સમયમાં જ બેઠકોનો દોર શરૂ થનાર છે. બેઠકો બાદ શ્રમ મંત્રાયલ રોજગાર વધારી દેવા માટેના મામલે પોતાનો હેવાલ સુપ્રત કરનાર છે. ત્યારબાદ આ રિપોર્ટના આધાર પર પગલા લેવામાં આવનાર છે. અધિકારીઓના કહેવા મુજબ પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશમાં જીડીપી ગ્રોથ પાંચ ટકાની સપાટી પર હોવા છતાં સરકાર પગલા લઇ રહી છે. આવી સ્થિતીમાં સુધારા થઇ શકે છે.નોકરીને લઇને મોદી સરકારની વ્યાપક ટિકા પણ થઇ રહી છે. તમામ મોરચે સંતોષજનક રીતે આગળ વધનાર સરકાર આ મોરચે નિષ્ફળ સાબિત થઇ રહી છે.હવે આ દિશામાં મજબુતી સાથે વધવા માટે ઇચ્છુક છે.