નવરાત્રિ દરમિયાન માં શક્તિની આરાધના ગુજરાતભરમાં ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી પરંતુ આ જ સમય દરમિયાન ઉધના વિસ્તારમાં કોઈ નિષ્ઠુર જનેતાએ પાંચ દિવસની બાળકીને ત્યજી દીધી હોય તેમ બાળકીનો પાંચ દિવસનો મૃતદેહ કોયલી ખાડીના કિનારેથી મળી આવ્યો હતો. જેથી પોલીસે પીએમ માટે મૃતદેહને સિવિલ લાવ્યા હતાં જ્યાં પીએમ કરનાર તબીબે બાળકીનું મોત ત્રણ દિવસ અગાઉ થયાનું તારણ આપ્યું હતું. હાલ સમગ્ર મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઉધના કોયલી ખાડી કિનારે થી ૫ દિવસની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. મંગળવારની મોડી સાંજે બાળકી મળી આવી હતી.પોલીસ બાળકીના મોતનું કારણ જાણવા મૃતદેહ સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવી હતી.દશેરાની રાત્રે નિષ્ઠુર માતા કે સંબંધીએ બાળકીને ત્યજી દેતા મોત થયું હોવાનું તારણ નીકળ્યું હતું.ત્રણ દિવસ પહેલા મૃત્યુ થયું હોવાનું પોસ્ટ મોર્ટમ કરનાર ડો. વિનોદ વારલેકરનું પ્રાથમિક તારણ કાઢ્યું હતું.
દીકરી જન્મ લેતા ફેંકી દેવાઈ હોવાથી મૃત્યુ થયું હોવાનું અનુમાન સેવવામાં આવ્યું હતું. ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી છે.પોલીસે ડીએનએ સેમ્પલ લેવા લેખિતમાં પોસ્ટ મોર્ટમ કરનાર તબીબને રજુઆત કરી છે. ડી-કમ્પોઝ હાલતમાં એટલે કે નવજાત બાળકીના શરીર ની ચામડી ફાટી ગયેલી હાલમાં હતી.ડાબા જાંઘના હડકાનો ટુકડો પણ લેબ સેમ્પલ માટે લેવાયો છે.વિશેરા લેબ સેમ્પલ માટે મોકલાયા છે.