નર્મદા ડેમ ઓવરફ્લો થતાં ૨ માસમાં ૩૬૦ કરોડની વીજળીનું ઉત્પાદન થયું

514

ચાલુ વર્ષે ભારે વરસાદને પગલે પ્રથમ વખત નર્મદા ડેમ તેની ઐતિહાસિક ૧૩૮ મીટરની સપાટીએ પહોંચ્યો હતો. ડેમમાં પાણીની આવક થતાં ૨ મહિનામાં અંદાજે ૩૬૦ કરોડની વીજળીનું ઉત્પાદન થયું છે. અને આગામી ૨ વર્ષ સુધી ગુજરાતને સિંચાઇ અને પીવાનું પાણી મળતુ રહેશે. હજુ પણ નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો નોંધાઇ રહ્યો છે. ૯ ઓગસ્ટના રાત્રીના જ્યારે પાણીની આવક વધી ગઇ હતી અને ૮થી ૧૦ લાખ ક્યૂસેક પાણી આવ્યું હતું. જેને પગલે ડેમની સુરક્ષાને લઈને ૬ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. ત્યારથી અત્યાર સુધી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે.

નર્મદા ડેમમાંથી સતત પાણી છોડવામાં આવે છે. જેને ૬૦ દિવસ પૂર્ણ થયા છે. આ ૬૦ દિવસમાં આસરે ૮૦ લાખ ક્યૂસેક પાણી નર્મદામાં વહી ગયું છે. જોકે તેનાથી ભરૂચનો ખારાશનો પટ્ટ સુધારી ગયો છે. આ ૬૦ દિવસમાં સતત રિવરબેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ પણ ધમધમી રહ્યા છે. આ બંને પાવર હાઉસો રોજનું ૩,૦૦૦ મેગા વોટ વીજળી ઉત્પાદન કરે છે. એટલે કે રોજની અંદાજિત ૬ કરોડની રોજની વીજળી ઉત્પાદન થઇ રહી છે.

અત્યારે સરદાર સરોવર-નર્મદા ડેમની જળ સપાટી ૧૩૦.૪૦ મીટર છે. ડેમમાં ૮૮,૯૫૧ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જયારે ડેમના ૫ દરવાજા ખોલીને ૯૬,૭૮૧ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન આરબીપીએચ-ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા ૨૯,૪૬૦ મેગાવોટ વીજ ઉત્પાદન થયું છે. જ્યારે સીએચપીએચ-કેનાલ હેડ પાવર હાઉસ ખાતે પણ ૫૦ મેગાવોટના યુનિટો મારફત છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧,૮૭૪ મેગાવોટનું વીજ ઉત્પાદન નોંધાયું છે.

રાજ્યમાં વરસાદના વિદાયના લક્ષણો રાજ્યમાં દેખાઇ રહ્યા છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આ વર્ષે સિઝનનો ૧૪૧ ટકા વરસાદ વરસ્યો છે. આ વર્ષે લગભગ ૪ મહિના સુધી ચોમાસામાં સામાન્યથી વધુ વરસાદ વરસ્યો છે. પરંતુ હવામાન વિભાગના મતે, ૧૦મી ઓક્ટોબર પછી ચોમાસું વિદાય લે તેવી આગાહી કરી છે.

Previous articleસરકારી કર્મી.ને દિવાળી ભેંટ : ડીએમાં ૫ %નો વધારો
Next articleબે જુદા જુદા કેસ મામલે રાહુલ ગાંધી આજથી બે દિવસ ગુજરાતમાં