દિવાળી આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં સરકારી કર્મચારીઓને આજે દિવાળીની ભેટં આપી હતી. સરકારી કર્મચારીઓના મોંધવારી ભથ્થાને ૧૨ ટકાથી વધારીને ૧૭ ટકા કરી દેવામાં આવ્યો છે. કેન્દ્રિય પ્રધાન પ્રકાશ જાવડેકરે સરકાર દ્વારા લેવામા ંઆવેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપી હતી. જાવડેકરે કહ્યુ હતુ કે મોદી સરકારના આ નિર્ણયના કારણે ૫૦ લાખ સરકારી કર્મચારીઓ અને ૬૫ લાખ પેન્શનરોને સીધો લાભ મળશે. આ નિર્ણયના કારણે સરકાર પર ૧૬૦૦૦ કરોડ રૂપિયાનો વધારાનો બોજ આવશે.
આ નિર્ણય બાદ કેન્દ્રિય કર્મચારીઓનો મોંઘવારી ભથ્થો ૧૨ ટકાથી વધીને ૧૭ ટકા થઇ ગયો છે. આનો લાભ જુલાઇ ૨૦૧૯થી મળનાર છે. આની સાથે જ પીઓકેથી આવેલા વિસ્થાપિતોને ૫.૫ લાખ રૂપિયાની સહાયતા આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રિય પ્રધાને સરકારી કર્મચારીઓેને તહેવારની સિઝનમાં મોટી ભેંટ આપી છે. તેમણે કહ્યુ હતુ કે મોદીના નેતૃત્વમાં કેન્દ્રિય કેબિનેટની બેઠક યોજાઇ હતી. કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પાચ ટકાનો વધારો કરવામા ંઆવ્યો હતો. આની સાથે જ ભથ્થો હવે ૧૭ ટકા થઇ ગયો છે. દિવાળીના તહેવાર પર અમારા ૫૦ લાખ પેન્શનરોને પણ સીધો લાભ મળ્યો છે.
મોદી સરકાર જુદા જુદા ક્ષેત્રોમાં શાનદાર કામ કરી રહી છે. જેની અસર જોવા મળી રહી છે. જાવડેકરે કહ્યુ હતુ કે પ્રથમ વખત એક વખતમાં પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. પ્રકાશ જાવડેકરે કહ્યુહતુ કે પોકના વિસ્થાપિતો માટે પણ વળતરની જાહેરાત કરવામાં આવી છે. તેના કારણે ઐતિહાસિક ભુલ સુધારી દેવાની તક મળશે. તેમણે કહ્યુ હતુ કે આજે કેબિનેટની બેઠકમાં જમ્મુ કાશ્મીર માટે પણ ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો હતો. પોકમાંથી વિસ્થાપિત થયેલા ૫૩૦૦ પરિવાર જે દેશના જુદા જુદા ભાગોમાં વસી ગયા છે તેમને રાહત મળનાર છે. અથવા તો જમ્મુ કાશ્મીરમાં પરત ફર્યા છે તેમને પાંચ પાંચ લાખ રૂપિયાની સહાયતા મળશે. આ વિસ્થાપિત થયેલા પરિવારની સાથે થયેલી ઐતિહાસિક ભુલને આ રીતે સુધારી દેવામાં આવી રહી છે. આયુષ્માન ભારત યોજનમાં વધારે તેજી લાવવા માટેનો પણ નિર્ણય આજની બેઠકમાં કરવામા ંઆવ્યો હતો. કેન્દ્રિય પ્રધાને કહ્યુ હતુ કે હજુ સુધી બે રાજ્યો એવા છે જે રાજ્યોમિાં આયુષ્માન ભારત યોજના શરૂ કરવામા ંઆવી નથી. જેમાં દિલ્હી અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. તેમણે કહ્યુ હતુ કે ગરીબ લોકોને સારવાર માટે પાંચ લાખ રૂપિયાની સહાયતાની રકમનો લાભ લેવા માટે હજુ સુધી ૩૧ લાખ લોકોને કાર્ડની સુવિધા આપવામા ંઆવી રહી છે.
૩૧ લાખ લોકો માટે કાર્ડ બની ચુકી છે. સરકારે પ્રધાનમંત્રી સન્માન નિધી યોજનાનો લાભ મેળવી લેવા માટે આધાર આપવાની ફરજિયાત બાબતને વધારી દીધી છે. હવે ખેડુતોને ૩૦મી નવેમ્બર સુધી આધાર ઉપલબ્ધ કરાવી દેવા માટે કહેવામાં આવ્યુ છે. પહેલા આ તારીખ પહેલી ઓગષ્ટ ૨૦૧૯ની રહેલી હતી. જુલાઈ ૨૦૧૯થી ભથ્થાની ચુકવણી કરવામાં આવશે. ડીએમાં વધારાથી તિજોરી પર ૧૬૦૦૦ કરોડનો વધારાનો બોજ પડશે. સાતમાં પગાર પંચની ભલામણના આધાર પર આ વધારો કરવામાં આવ્યો છે. ડીએ અને ડીઆરમાં એક વર્ષમાં બે વખત સુધારો કરવામાં આવે છે. પહેલી જાન્યુઆરી અને પહેલી જુલાઈ એમ બે વખત આમા સુધારો કરવામાં આવે છે. પ્રધાને કહ્યું હતું કે, આધારની ફરજિયાત જરૂરિયાતના ધારાધોરણ પણ હળવા કરવામાં આવ્યા છે. ૩૦મી નવેમ્બર ૨૦૧૯ સુધી આ મહેતલ કરાઈ છે.
પ્રધાનમંત્રી કિસાન સ્કીમ હેઠળ ૭ કરોડ ખેડૂતોને સીધો ફાયદો થયો અને આ રકમ ખેડૂતોના ખાતામાં સીધીરીતે જમા થઇ રહી છે. આજે ડીએમાં વધારો કરવામાં આવતા સરકારી કર્મચારીઓમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. તહેવારોની ઉજવણી સમયે તેમની પાસે વધારે પૈસા રહેશે. જુલાઈ ૨૦૧૯થી આ ભથ્થાની ચુકવણી કરવામાં આવશે. ઘણા સરકારી કર્મચારીઓ મોટી સંપત્તિની ખરીદી માટે પણ આ ભથ્થાનો ઉપયોગ કરી શકે છે. મોદી સરકારના આ નિર્ણયથી બજારમાં પણ તેજીનો માહોલ જામશે.