ગુજરાતના સાગરતટ પર ચક્રવાત ત્રાટકવાની સંભાવના

1065
guj1432018-10.jpg

ભારત અને શ્રીલંકા વચ્ચેના હિન્દ મહાસાગરમાં હવાનું હળવુ દબાણ સર્જાતા એક વિશાળ ચક્રવાત આકાર લઈ રહ્યું છે. જે ભારત તરફ તીવ્રગતિએ આગળ ધપી રહ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. 
મુંબઈના પુના સ્થિત હવામાન વિભાગના જણાવ્યા મુજબ શ્રીલંકા અને ભારત વચ્ચેના હિન્દ મહાસાગરમાં છેલ્લા ર૪ કલાક કરતા વધુ સમયથી વિશાળ ચક્રવાત આકાર લઈ રહ્યું છે. વેધ નિષ્ણાંતો સેટેલાઈટની મદદથી તેના પર નજર રાખી રહ્યા છે. તા. ૧૩-૩ને મંગળવારે સાંજે ૭ વાગ્યા દરમ્યાન ઉપગ્રહ તસવીરના આધારે વેધશાળા દ્વારા કરંટ બુલેટીન જાહેર કર્યા છે. જેના અનુમાન અનુસાર આ વિશાળ ચક્રવાતના કારણે અરબ સાગરમાં તોફાની મોઝા સાથે દરિયાઈ કરંટ તીવ્ર બન્યો છે. આ ચક્રવાત તીવ્ર વેગે ગુજરાત રફ ગતિ કરી રહ્યું હોય જે અન્વયે મહારાષ્ટ્ર તથા ગુજરાતના સાગર તટના બંદરો પર ભયજનક સીગ્નલો લગાવવા સાથ માચ્છીમારોને દરિયો ન ખેડવા સુચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર સ્થિતિ પર બાજ નજર રાખવામાં આવી રહી છે.તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ તંત્રને પણ જાણ કરવામાં આવી છે. 

Previous articleપીજીવીસીએલ દ્વારા વિજળી બચાવો સેમિનાર યોજાયો
Next articleકોંગીના ધારાસભ્ય વીરજી ઠુમ્મર સહિત ૨૮ સભ્યો સસ્પેન્ડ કરાયા