મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની સાથે હવે હવામાનશાસ્ત્રીઓના મત પ્રમાણે સાચો શિયાળો દિવાળી બાદ એટલે કે નવેમ્બર પછી શરૂ થશે અને આ વખતે ચોમાસાની જેમ શિયાળો પણ લાંબો હશે તેવી માન્યતા છે. આજે તાપમાન ૩૪ ડિગ્રીને વટાવી ગયુ હતુ. આ અંગે હવામાન ખાતાનો સંપર્ક સાધતા છેક દિવાળી બાદ એટલે કે ૧લી નવેમ્બર પછી ઠંડી શરૂ થશે. આણંદ સ્થિત કૃષિ યુન્વિર્સિટીના હવામાન શાસ્ત્ર વિભાગના વડા ડો.વ્યાસ પાંડેએ ‘આજકાલ’ સાથે ટેલીફોનીક વાતચીત કરતા જણાવ્યુ હતુ કે દિવાળી સુધી બપોરના તાપમાનમાં વધારાનો દૌર યથાવતૅ રહેશે.તેમના કહેવા પ્રમાણે દિવાળી આસપાસના દિવસોમાં આકાશમાં છુટા છવાયા વાદળા ઘેરાવાની અને છાંટા પડવાની પણ શકયતા નકારી શકાતી નથી. ૧લી નવેમ્બર બાદ તાપમાન તાપમાન ઘટવાની શકયતા થશે. અન્ય એક હવામાન શાસ્ત્રીએ એમ પણ જણાવ્યુ હતુ કે આ વખતે નવેમ્બરડિ સેમ્બર-જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસ સુધી કડકડતી ઠંડી સાથે કદાચ માર્ચ માસની ૧૫મી સુધી શિયાળાની અસર રહે તેવી શકયતા છે.અમદાવાદ સ્થિત હવામાન ખાતાની કચેરીના ડો.જે.એમ.સરકારે પણ ખરા શિયાળાનો પ્રારંભ નવેમ્બર માસમાં જ થશે.ટુંકમાં હવે ચોમાસાની વિદાય થઇ ગઇ છે. જો કે સત્તાવાર રીતે વિદાય ૩૧મી ઓકટોબર બાદ થશે તેમ લાગે છે.મોટાભાગના હવામાન શાસ્ત્રીઓ શિયાળા બાબતમાં સર્વ સંમત ધરાવે છે.