દામનગરની અજમેરા શોપિંગ મુખ્ય બજારો આખલાથી ઉભરાઈ

419

દામનગર શહેર માં વાણિજ્ય બજાર નું હાર્દ ગણાતું અજમેરા શોપિંગ સેન્ટર અઢી સો થી વધુ દુકાનો ધરાવતા શોપિંગ સેન્ટર ના મુખ્ય પ્રવેશ પાસે કાયમી અડીગો જમાવતા આખલા નો આતંક ક્યારે હડી કાઢે કોઈ વાહન ને ઉલાલવું સામાન્ય બની રહ્યું છે દામનગર શહેર માં વર્ષો થી ઢોર પુરવા નો ડબ્બો પડી ને મેદાન થયો છે સ્થાનિક પાલિકા તંત્ર ની જવાબદારી છે પણ નિભાવે તો ને ? શહેર માં કચેરી ચોક લુહાર શેરી વાણીયા શેરી સરદાર ચોક અજમેરા શોપિંગ જૂની શાકમાર્કેટ વિસ્તાર તો આખલા ની રીત સર ની બજારો ભરાતી હોય તેવા દ્રશ્યો આખલા ના આતંક થી અનેક વખત અકસ્માતો બને છે પાલિકા તંત્ર આ રેઢિયાર પશુ ઓ માટે નિયમન કરી ફરજ બજાવી અને શહેરીજનો ને સુરક્ષા નો અહેસાસ કરાવે તે જરૂરી છે

Previous articleભાવ. એસ.ટી. દ્વારા વિવિધ સ્થળોએથી મુસાફરો લેવા અને મુકવાની સેવા શરૂ
Next articleબોરતળાવની ડુબની જમીનમાં થયેલા અનેક દબાણો પર ડ્રોન કેમેરાથી સર્વે