વિધાનસભાના દ્વારેથી

634
gandhi2622018-8.jpg

કોંગ્રેસનો વોકઆઉટ- ગૃહમાંથી પ્રશ્નોત્તરીકાળનો બહિષ્કાર
કોંગ્રેસના સભ્યોને સસ્પેન્ડ કરવા બદલ પ્રશ્નોત્તરી કાળ પહેલાં દંડક અમિતભાઈ ચાવડાએ તે અંગેની વાત કરવા માટે મંજુરી માંગી હતી પરંતુ પ્રશ્નોત્તરી ચર્ચા કરવા અધ્યક્ષે જણાવ્યું હતું ત્યારબાદ કોંગ્રેસના સસ્પેન્ડ થયેલા સભ્યોનું લીસ્ટ વાંચી બહાર જવા જણાવતાં જે સભ્યોના નામ બોલાયા તેઓ બહાર ગયા હતા ત્યાર પછી કોંગ્રેસના દંડક તથા સિનિયર સભ્યોએ પોતાની વાત મુકવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ અધ્યક્ષે મંજુરી નહીં આપતાં વિરોધમાં કોંગ્રેસના તમામ સભ્યોએ ગૃહનો વોકઆઉટ કરી પ્રશ્નોત્તરીનો બહિષ્કાર કર્યો હતો. 
ભાજપના અરૂણસિંહ રાણાને અધ્યક્ષે કર્યું તમારે પણ બહાર જવુ છે !! મોકલી દો !!
પ્રશ્નોત્તરીકાળ દરમિયાન પ્રશ્નના જવાબમાં વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણાએ કશુક કહેવા જતાં અધ્યક્ષે તેમને પણ કોંગ્રેસના સભ્યો ગયા હતા તેને અનુલક્ષીને તમારે પણ બહાર જવું છે ! તમારે પણ બહાર જવુ હોય તો જઈ શકો છો ત્યારે સામે અરૂણસિંહ રાણાએ પણ જવાબ આપ્યો હતો કે મોકલી દો.. થોડીવાર માટે ગૃહમાં વાતાવરણ તંગ થઈ ગયું હતું. કારણ કે ફકત ભાજના સભ્યો ગૃહમાં હોવાથી અચાનક આ બાબતે અરૂણસિંહ રાણાને રાકેશભાઈ શાહ તથા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉભા થઈ બેસાડી દીધા હતા અન્ય સભ્યોએ પણ બેસી જવા આગ્રહ કર્યો હતો જેથી ફરી વાર પ્રશ્નોત્તરી શરૂ થઈ હતી. 
બનાસકાંઠામાં પુરની રાહત ૩૦ થી ૪૦ ટકા ખેડૂતો પાસે પહોચી જ નથી 
કૃષિ પરની ચર્ચામાં ભાગ લેતાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે બનાસકાંઠામાં પુર પછી પાક-જમીનનું મોટા પાયે ધોવાણ થયું હતું જેના વળતરના નાણાં હજી ૩૦ થી ૪૦ ટકા ખેડુતોને મળ્યા જ નથી. રાજય સરકાર તરફથી આપી દેવાયા હોય તેવા સંજોગોમાં પણ ખેડૂતોને નહીં મળ્યા તેથી એવું કેવી મોનીટરીંગની વ્યવસ્થા છે.  આ ઉપરાંત હર્ષદભાઈ રીબડીયાએ સ્પ્રિંકલર ઈરીગેશનમાં મળતી સબસીડી જેટલી મોંઘી વસ્તુઓ વેચવાનો આક્ષેપ કર્યો હતો અને બજારમાં ૬ રૂપિયામાં મળતી નવી ૧૦ રૂપિયા ખેડૂતો પાસેથી વસુલાતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. 
અમરેલીમાં ર૦ હજાર લીટર ડુપ્લીકેટ દૂધ બને છે : રાજયમાં ડુપ્લીકેટ દૂધનો પ્રશ્ન 
આરોગ્ય સાથે ચેડા કરતાં દૂધમાં ડુપ્લીકેટ બને છે. જેમાં એકલા અમરેલીમાં રોજનું ર૦ હજાર લીટર દૂધ ડુપ્લીકેટ બની બજારમાં આવતું હોવાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસ તરફથી અલ્પેશ ઠાકોરે કર્યો હતો અને અમરેલીના સંભવિત ડુપ્લીકેટ બનતા ગામો-કેન્દ્રોનું લીસ્ટ પણ ગૃહમાં રજુ કરી આવુ ડુપ્લીકેટ દૂધને બજારમાં આવતું અટકાવવા જણાવ્યું હતું તેમણે વિરમગામ પાસે પણ ડુપ્લીકેટ દૂધનું કેન્દ્ર હોવાનું અને દરોડા પણ પડયા હોવાનું જણાવ્યુ હતું આરોગ્ય સાથે ચેડા કરતાં ડુપ્લીકેટ દૂધના પ્રશ્ને સરકારને તાકીદે પગલાં ભરવા અપીલ પણ કરી હતી.  એક તબકકે ભાજપના ગોવિંદભાઈ તેલમાં એસન્સ ભેળવી સીંગતેલ જેવું બનાવતા હોવા અંગેની વાત કરતાં હતા ત્યારે નિરંજનભાઈએ બેઠા બેઠા કહયું હતું કે ભાજપ પણ એવું જ ભેળસેળીયું બની ગયું છે ત્યારે અધ્યક્ષે તેમણે ટોકયા હતા અને બેઠા બેઠા મનમાં જે આવે તે ન બોલવાનું કહ્યું હતું. 
તે દિવસો દૂર નથી મહારાષ્ટ્રની જેમ ખેડૂતો વિધાનસભાને ઘેરશે
કોંગ્રેસના એકથી વધુ સભ્યોએ ખેડૂતો માટેની ચિંતા કરતાં ગૃહમાં એમ પણ જણાવવા પ્રયત્નો કર્યા હતા કે મહારાષ્ટ્રમાં લાખ ખેડૂતો જેમ વિધાનસભામાં પહોચ્યા છે તેમ હવે ગુજરાતનો ખેડૂત પણ એટલો પરેશાન થઈ ગયો છે કે ટુંક સમયમાં તેઓ પણ મોટી સંખ્યામાં ઉમટી વિધાનસભાને ઘેરશે. હર્ષદ રીબડીયાએ તો ગીતાનો શ્લોક બોલી હવે ખેડૂતો વધુ સહન કરવા માંગતા નથી અર્જુનની જેમ હવે ખેડૂતો ઘેરશે અને મંત્રીને ઉદેશી જણાવ્યું હતું કે બહાર નિકળવું પણ ભારે પડશે. આમ મહારાષ્ટ્ર પછી ગુજરાતના ખેડૂતો વિધાનસભાને ઘેરવા મજબૂર બનશે. ખેડૂત સંમેલન બોલાવી તેમને પુછવાની ચેલેન્જ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. ગામડાઓ કોંગ્રેસ સાથે રહ્યા હોવાથી તેમની વિરૂધ્ધી માનસિકતા ભાજપ ધરાવે છે. 

Previous articleઆડેધડ બમ્પ, બ્રેકરના લીધે ચાલકોને ઇજા થાય છે : કોર્ટ
Next articleમને ગૃહ શરૂ થયું ત્યારથી આજ દિન સુધી એકપણ દિવસ બોલવાની તક આપી નથી : વિક્રમ માડમ