ખેલમહાકુંભ રાજયકક્ષા વિવિધ સ્પર્ધા યોજાઈ

864

સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના ઉપક્રમે ભાવનગર મહાપાલિકા અલમીકરણ સમિતિ અને જીલ્લા રમત-ગમત અધિકારી કચેરી સંચાલિત ખેલ મહાકુંભની અંડર ૧૪, ૧૭ ભાઈઓ બહેનોની સ્પર્ધાનું આયોજન સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં કુલ પ૦૭ ખેલાડીઓએ ભાગ લીધો હતો. બીજી સ્પર્ધામાં શાળાકીય ૧૯ ટેબલ ટેનિસ ભાઈઓ બહેનો બે દિવસીય સ્પર્ધા દરમ્યાન ર૦૦થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટેની ગુજરાતની ટીમની પસંદગી કરવામાં આવશે. સ્પર્ધાને સફળ બનાવવા માટે ડો. અરૂણભાઈ ભલાણી, ભૌમીક ઓઝા, અંકુરભાઈ, નીતીન ત્રિવેદી તમામ ટ્રેનર કચેરી સ્ટાફ સારી જહેમત ઉઠાવી હતી.

Previous articleબોટાદના કોન્સ્ટેબલ રપ૦૦ની લાંચ લેતા ઝડપાયા
Next articleજેક્લીન મોટા સ્ટાર સાથે રોલ કરવા માટે ઇચ્છુક છે