જેક્લીન મોટા સ્ટાર સાથે રોલ કરવા માટે ઇચ્છુક છે

597

રેસ-૩ ફિલ્મ બાદ વધુ લોકપ્રિય થઇ ચુકેલી સ્ટાર અભિનેત્રી જેક્લીન  હવે તમામ મોટા સ્ટાર સાથે વધુને વધુ ફિલ્મો કરવા માટે ઇચ્છુક છે. જો કે તેની પાસે મોટા સ્ટારની હાલમાં કોઇ ફિલ્મ નથી. તે હાલમાં ડ્રાઇવ નામની ફિલ્મમાં કામ કરી રહી છે. તેની ગ્લેમર અભિનેત્રી તરીકે છાપ રહેલી છે. જેક્લીન પોતાની આવનારી ફિલ્મ ડ્રાઇવને લઇને ખુશ છે. તેમાં સુશાંત મુખ્ય રોલમાં છે. ફિલ્મની રજૂઆત કેટલાક કારણસર રોકી દેવામાં આવી છે. આ ફિલ્મ એક્શનથી ભરપુર ફિલ્મ છે. જેક્લીન કોઇ પણ એક પ્રકારની ભૂમિકામાં રહેવા માટે ઇચ્છુક નથી. તે સારી પટકથા ધરાવતી ફિલ્મ કરવા માટે ઇચ્છુક છે. રેસ-૩ ફિલ્મ બાદ ટુંકા બ્રેક પર હાલ આરામ કરી રહી છે. તેની પાસે હાલમાં નવી નવી ઓફર આવી રહી છે. બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી જેક્લીને કહ્યુ છે કે તેને સેક્સી કોમેડી ફિલ્મ કરવાને લઇે કોઇ વાંધો નથી. પરંતુ કેટલીક શરતો સાથે તે આ પ્રકારની ફિલ્મો કરવા માટે ઇચ્છુક છે. સેક્સી કોમેડી ફિલ્મ કરવાને લઇને તૈયારી અંગે પુછવામાં આવતા જેક્લીને એમ કહીને તમામને ચોંકાવી દીધા છે કે તેને કોઇ વાંધો નથી. તેના આ નિવેદન બાદ આ લોકપ્રિય અભિનેત્રીને લઇને પણ કેટલાક નિર્માતા નિર્દેશકો સેક્સી કોમેડી ફિલ્મ બનાવવા માટે આગળ આવી શકે છે. તેનુ કહેવુ છે કે તે ફિલ્મોને લઇને કોઇ વાંધો ધરાવતી નથી.

પટકથા મુજબ ફિલ્મમાં સીન રહે તે જરૂરી છે. જેક્લીન થોડાક વર્ષ પહેલા સલમાન ખાન સાથે આવેલી તેની ફિલ્મ કિક મારફતે લોકપ્રિય થઇ હતી. તેની આ ફિલ્મ સફળ રહ્યા બાદ તે રાતોરાત સુપરસ્ટાર બની ગઇ હતી. ત્યારબાદ તેને કેટલાક મોટા બેનરની ફિલ્મ મળી હતી. જેમાં રોય અને અને અન્ય ફિલ્મનો સમાવેશ થાય છે.

Previous articleખેલમહાકુંભ રાજયકક્ષા વિવિધ સ્પર્ધા યોજાઈ
Next articleરેખાના જન્મદિવસે તમામ ચાહકો દ્વારા શુભેચ્છાઓ