હાલમાં ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેનાર આફ્રિકાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેને કહ્યું કે, ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથ પોતાના રમવાના અંદાજથી બોલરોને કન્ફ્યૂઝ કરી રહ્યો છે. સ્ટેને આ પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટનની રમત અને તેના પ્રદર્શનમાં શાનદાર સાતત્યની ખુબ પ્રશંસા કરી હતી.
૩૬ વર્ષીય ડેલ સ્ટેને કહ્યું, ’સ્ટીવ સ્મિથની રમવાની જે ટેકનિક છે તે તેનામાં નેચરલી ડેવલપ થઈ છે. તે બેટિંગ કરતા ડાબે-જમણે અને પછી સેન્ટરમાં આવે છે, જેથી બોલર કન્ફ્યૂઝમાં રહે છે કે તેને ક્યાં બોલિંગ કરવી છે. આ ટેકનિક અદ્ભૂત છે. તેની નજર હંમેશા બોલ પર રહે છે. ભલે તેની ટેકનિક ખુબ મુશ્કેલ હોય અને નિરાલી હોય, જેનાથી રમવું પડકારજનક છે પરંતુ તે ટેકનિક શાનદાર રીતે તેને કામ આવી રહી છે.’
૩૦ વર્ષીય સ્ટીવ સ્મિથ હાલમાં સંપન્ન થયેલી એશિઝ સિરીઝમાં સૌથી સૌફળ બેટ્સમેન રહ્યો હતો, જ્યાં તેણે ૫ ટેસ્ટની આ સિરીઝમાં ૪ ટેસ્ટ રમીને સર્વાધિક ૭૭૪ રન બનાવ્યા હતા. તે એશિઝ સિરીઝમાં મેન ઓફ ધ સિરીઝ પણ રહ્યો હતો. સ્ટેને કહ્યું કે, સ્ટીવ જેથી બોલર દુવિધામાં આવે છે કે તેણે બોલિંગ ક્યાં કરવાની છે.