ગૃહમાં સર્જાયેલા ઘટનાક્રમ વિશે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે,” કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ગૃહમાં હુમલો જગદીશ પંચાલ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં નીમાબેન આચાર્ય બાલ બાલ બચ્યા હતા. આ ઘટનાના સાક્ષી પણ નીમાબેન આચાર્ય છે. કોઈપણ કારણ વગર કોંગ્રેસના ધારાસભ્યો ઉશ્કેરાઈ ગયા હતા. ગૃહમાં હુમલો કર્યો હતો. આ ઘટનાની અમે નિંદા કરીએ છીએ. આટલી હિંસક, નિંદનીય ઘટના ક્યારેય જોઈ નથી.”નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પત્રકારો સાથે કરેલી વાતચીતમાં કહ્યું હતું કે, ” વિધાનસભામાં પોઈન્ટ ઓફ ઓર્ડરની પ્રક્રિયા ચાલુ હતી ત્યારે કોઈપણ કારણ વગર અમરિશ ભાઈ ઉશ્કેરાઈને ઉભા થયા હતા. તેઓ વિપક્ષના નેતા સામે હાથ કરી કશુંક બોલ્યા હતા. તે પછી ગૃહમાં કઈં ન સંભળાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ. અમરિશભાઈ દોડી અધ્યક્ષના સ્થાન તરફ આવ્યા હતા. તેમણે કોઈપણ કારણ વગર જગદીશ પંચાલના માથામાં માઈક માર્યું. તેમણે ઉશ્કેરાઈને માઈક તોડીને માર્યું હતું.”