હવે લર્નિંગ લાયસન્સ માટે RTO નહિ આઈટીઆઈમાં જવું પડશે

1143

લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે હવે આરટીઓ સુધી લાંબા નહિ થવુ પડે. કારણ કે, લર્નિંગ લાયસન્સ કાઢી આપવાની કામગીરી ટૂંક સમયમાં આઈ.ટી.આઈમાં કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ માટે લાયસન્સ દીઠ આઈ.ટી.આઈને ૧૦૦ રૂપિયાનું મહેનતાણું આપશે. ૧૧ ઓક્ટોબરના રોજ આઈટીઆઈના આચાર્ય અને ઈન્સ્ટ્રક્ટરને તાલીમ આપવામાં આવશે. તાલુકા કક્ષાએ આઈટીઆઈ દ્વારા લર્નિંગ લાયસન્સ આપવાની વ્યવસ્થા આરટીઓ દ્વારા કરવામાં આવશે.

રાજ્ય સરકારની આ જાહેરાત સાથે જ હવે આઈટીઆઈમાં લર્નિંગ લાયસન્સની કામગીરી થશે. તો સાથે જ આરટીઓ ખાતે લર્નિંગ લાયસન્સની કામગીરી નહિ થાય. હાલના તબક્કે તો આરટીઓમાં આ કામગીરી ચાલુ છે. પણ સપ્તાહ બાદ લર્નિંગ લાયસન્સ કઢાવવાની કામગીરી બંધ થાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યની દરેક આરટીઓ ઓફિસોમાં બારેમાસ લોકોની ભીડ ઉમટેલી હોય છે. અનેક લોકોના કામ ખોરંભે ચઢેલા હોય છે. ત્યારે આરટીઓ પરથી કામનું ભારણ હળવુ થાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.  જેથી હવે લર્નિંગ લાયસન્સ માટે આઈટીઆઈમાં જવુ પડશે.

Previous articleપતિ સાથે વાત કરતી હોવાની શંકાથી પત્નીએ વિદ્યાર્થિનીનું અપરહણ કર્યુ, કૂવામાંથી મૃતદેહ મળ્યો
Next articleઆઠ માસની બાળકી પર ઍસિડ ઍટેક થતા અરેરાટી, સારવાર દરમિયાન મોત