મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ચાલાસણ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘરમાં સૂઈ રહેલી ૮ માસની બાળકી પર એસિડ એટેક કરવામાં આવ્યો. એસિડ એટેકથી ઘાયલ બાળકીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. ત્હેવાન પિતાએ જ એસીડ એટેક કર્યાનું ખુલ્યું. જે ઘરમાં સુતેલી બાળકી ઉપર એસિડ ફેંકીને ભાગી ગયો હતો.
આ ઘટના બાદ ચાલાસણ ગામમાં અરેરાટી ફેલાઈ હતી. કેવી રીતે કોઈ માસુમ બાળકીને આવી નિર્દયી રીતે મોતને ઘાટ ઉતારી શકે છે તેવી ચર્ચા થઈ હતી. ત્યારે પોલીસ માટે પણ આ કેસ ઉકેલવો મોટી ચેલેન્જ બની ગયો છે.
બાળકીના મોત અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરાયો છે. ૮ માસની બાળકીના મોત અંગે હજુ તપાસ ચાલુ છે અને બાળકીનું પેનલ પીએમ કરીને મોતના ચોક્કસ કારણની તપાસ થશે. જ્યારે માતાએ જોયું તો બાળકી ઘોડિયામાં સૂતી હતી. તેના બાદ કોઈએ માતાની નજર ચૂકવીને બાળકી ઉપર એસિડ નાંખ્યું હતું. ત્યારે હાલ પોલીસ માતાપિતાની પૂછપરછ કરી રહી છે. બાળકીના મૃતદેહને પેનલ પીએમ અર્થે અમદાવાદ સિવિલ લઈ જવાયો છે.