વર્ષ ૨૦૧૦માં પતિનું ઘર છોડીને ચાર વર્ષની દીકરીને લઈને માતા તેના પ્રેમી સાથે નીકળી પડી હતી. આ દરમિયાન પ્રેમી પંખીડાએ આડખીલી રૂપ બનેલી ચાર વર્ષની માસૂમ દીકરીની હત્યા કરીને નામધા સ્મશાન ભૂમિમાં કોઈને જાણ કર્યા વગર દફનાવી દીધી હતી. દીકરીની હત્યાની તેના પિતાએ પોલીસને ફરિયાદ કરતાં પોલીસે બન્નેને ઝડપી લીધા હતાં. સમગ્ર કેસ કોર્ટમાં ચાલી જશાં સેશન્સ જજે આજે બન્ને આરોપીઓને આજીવન કેદની સજા સાથે દંડની સજા ફટકારી હતી.
ધનશ્યામ રમેશ મિસ્ત્રી(રહે. ચણોદ અમર નગર, પાઠકની ચાલ.તા.પારડી) બીજા નંબરની આરોપી રક્ષાબેન તે મહેશભાઈ પરભુભાઈ પટેલની પત્ની(રહે,ધોધડકુવા,પંચવટી ફળીયું કપરાડા) બન્નેએ ભેગા મળીને મરનાર દીકરીને મારી નાખી વાપી નામધા સ્મશાનમાં કોઈને જાણ કર્યા વગર દાટી દીધી હતી. ૧૦મી ઓક્ટોબર ૨૦૧૦માં બનેલી આ ઘટનામાં બાળકીની માત્ર ખોપડી જ મળી આવી હતી. પોલીસે આ કેસમાં આરોપીઓને ઝડપી લીધા હતા. બાદમાં સમગ્ર કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે બન્ને પ્રેમી પંખીડાના દોષિત જાહેર કર્યાં હતાં.
વલસાડના એડિશનલ સેશન્સ જજ એમ આર શાહનાઓએ દોષિત ઠરેલા આરોપી ઘનશ્યામ રમેશ મિસ્ત્રી (પ્રેમી) અને રક્ષાબેન મહેશભાઈ પટેલને હત્યા અને હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા બદલના ગુનામાં બંને આરોપીઓને સકત આજીવન કેદની સજા તથા ત્રણ હજાર રૂપિયાના દંડની સજા તથા ભારતીયદંડ સંહિતા કલમ ૨૦૧ મુજબ સજાને પાત્ર ગુનો કર્યા બદલ પાંચ વર્ષની સખત કેદની સજા તાથા એક હજાર રૂપિયા દંડની સજા ફરવામાં આવી છે.