જગદીશ પંચાલ શુ કહે છે 

818
gandhi1532018-3.jpg

આ ઘટનાના મુખ્ય કેન્દ્રબિંદુ જગદીશ પંચાલ રહ્યા હતા તેમના કહેવા મુજબ વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે ખેલાઈ ગયેલા દંગલ અંગે નિકોલ ધારાસભ્ય જગદીશ પંચાલ કે જેમને કથિત રીતે માઈક મારવામાં આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે,” પ્રભાતભાઈએ અમારા પર હુમલો કર્યો હતો. જ્યારે અમરિશભાઈએ બીજી વખત હુમલો કર્યો હતો.”
નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલે આ મામલે વધુંમાં જણાવ્યું હતું કે,”હું અને પ્રદિપભાઈ અંદર આવ્યા. અમે શાંતિથી બેસવા માટે કહ્યું હતું. મારી આસપાસ મહિલા ધારાસભ્ય હતા તેથી હું ગાળ નથી બોલ્યો. પ્રભાત દૂધાતે અને અમરિશ ડેરે તેમની પર હુમલો કર્યો હતો. કોંગ્રેસના સભ્યોએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.”
જ્યારે હર્ષ સંઘવીએ મારામારીની ઘટના અંગે પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું હતું કે,” મારા પરના આરોપ તદ્દન ખોટાં છે. ધમાલ ન થાય તે માટે હું ઉભો થયો હતો.”

Previous article ગૃહમાં જગદીશ પંચાલ પર કરાયો હુમલો, નીમાબેન બાલબાલ બચ્યાં : નીતિન પટેલ
Next articleવ્યક્તિએ સુખી બનવા માટે વ્યસ્ત બનવું જોઇએ, નહિં કે વ્યસની…