બાયડમાં એનસીપીની શંકરસિંહ વાઘેલાની સભા યોજાઇ હતી. જેમાં તેમણે ભાજપ તથા રાજ્યમાં દારૂબંધી પર અનેક કટાક્ષો કર્યા હતાં. તેમણે તેમના દીકરા મહેન્દ્રસિંહ વાઘેલાને સંબોધીને કહ્યું કે ભાજપ તેમને છેતરી ગયા છે. બાયડમાં એનસીપીની સભામાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, ’બીજેપીનો ભાવ અમારા લીધે આવ્યો છે. અમે હતા ત્યારે લોકો તેમનો ભાવ પૂછતા હતાં નહીં તો કોઇ પહેલા ભાવ નહતું પૂછતું. અત્યારે મહેન્દ્રભાઇનો ભાવ કોઇ નથી પૂછતું. એમને પણ છેતરેલા. રાતે અગિયાર વાગે ફોન કરે કે આવી જાવ પટ્ટો પહેરીલો.’ આ ઉપરાંત તેમણે કહ્યું કે, ’દારૂબંધીની વાત જ જવા દો, ચૂંટણીમાં દારૂનાં ક્વાર્ટરીયા વહેંચાય છે.’