આજી જીઆડીસી કેમિકલની ફેક્ટ્રીમાં આગ : ૧૦ દાઝયા

443

રાજકોટના આજી જીઆઇડીસીમાં આવેલી એક કેમિકલની ફેક્ટરીમાં આજે બપોરે બહુ મોટી અને ભીષણ આગ લાગતાં ભારે ચકચાર અને દોડધામ મચી ગઇ હતી. આગ એટલી ભયંકર અને વિકરાળ હતી, તેને લઇ ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો. આગની આ દુર્ઘટનામાં ચીફ ફાયર ઓફિસર સહિત દસ જણાં દાઝયા હતા. આગના કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ભયંકર વિકરાળ આગમાં રાજકોટ ચીફ ફાયર ઓફિસર સહિત દસ જણાં વત્તા ઓછા અંશે દાઝયા હતા. બીજીબાજુ, આગની વિકરાળતાને જોતાં આજુબાજુના વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં દસથી વધુ ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબુમાં લેવા યુધ્ધના ધોરણે પ્રયાસ હાથ ધરાયા હતા. જો કે, ફેકટરીમાં નેપ્થા કેમિકલ હોઇ તેના કારણે આગ બુઝાવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ફાયરબ્રિગેડના દાઝેલા કર્મચારીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, આજી જીઆઈડીસીમાં એક કલર કંપનીમાં બપોરે ત્રણ વાગ્યા આસપાસ ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આગ એટલી વિકરાળ અને ભંયકર હતી કે, કાળા ધૂમાડાના ગોટેગોટા કિલોમીટરો દૂર સુધી જોવા મળી રહ્યા હતા. ભીષણ આગના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને નાસભાગનો માહોલ સર્જાયો હતો. ફાયરબ્રિગેડ અને પોલીસ દ્વારા સલામતીના ભાગરૂપે આસપાસનો સમગ્ર વિસ્તાર પણ ખાલી કરાવાયો હતો.  આગમાં ફાયરબ્રિગેડના કેટલાક કર્મચારી દાઝી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

આગને બુઝાવવા માટે દસથી વધુ ફાયરફાઇટરોની મદદ લેવાઇ હતી. જો કે, ફેકટરીમાં નેપ્થા કેમિકલ હોવાના કારણે આગ બુઝાવવામાં ફાયરબ્રિગેડને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. મોડી સાંજે કલાકોની ભારે જહેમત બાદ આગ બુઝાવવામાં ફાયરબ્રિગેડને સફળતા મળી હતી. આગમાં અનેક વાહનો બળીને ખાખ થઇ ગયા હોવાની વાત સામે આવી હતી.

Previous articleગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા ‘કવચ’ કાર્યક્રમનો લીલાબેન અંકોલિયાના હસ્તે શુભારંભ 
Next articleક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા. વૃષ્ટિ-શિવમને ઉ. ભારતમાંથી શોધી કાઢ્યા