બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ ધી.જન્મભુમિ પ્રાથમિક શાળા ખાતે આજરોજ ગરબા ઉત્સવ ઉજવાયો હતો.જેમાં પ્રાથમિક શાળાના બાળકો ખુબ ઉત્સાહ પુર્વક અને ટ્રેડીશનલ વસ્ત્રો પહેરી ગરબે રમ્યા હતા.આ પ્રસંગે રાણપુર સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા,સ્કુલ કેમ્પસ ડાયરેક્ટર ચંપકસિંહ પરમાર,આચાર્ય સમતાબેન પટેલ સહીત શિક્ષકો આ ઉત્સવમાં હાજર રહ્યા હતા.અને વિદ્યાર્થીઓ ભનભરી ને ગરબે ઘુમ્યા હતા.