RCEP કરારમાંથી દુધ અને દુધ બનાવટોને બાકાત રાખવા માટે પ૦૦૦ મહિલા સભાસદોએ મોદીને પોસ્ટકાર્ડ લખ્યા

874

ભારત દેશ વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં તથા દૂધ અને દૂધની બનાવટોના વપરાશમાં અગ્રગણ્ય દેશ છે. આથી બીજા દેશો ભારતનાં બજારોમાં પ્રવેશવા માટે પ્રયત્નો કરે છે. તાજેતરમાં ભારત સરકાર આરસીઈપી કરાર કરવા જઇ રહી છે જે અંતર્ગત ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેંડથી સસ્તી કિંમતે દૂધનો પાવડર અને અન્ય ડેરી ઉત્પાદનોની આયાત કરાશે. આ દેશોમાં પશુનું દૂધ ઉત્પાદન આપણા પશુના દૂધ ઉત્પાદન કરતાં ખુબ જ વધારે છે. આથી તેઓને ઓછા ભાવે પણ ખુબ જ નફો રહે છે. માટે આ કરારથી આપણા દેશના દસ કરોડ દૂધ ઉત્પાદકોની આજીવીકા અને આર્થિક સધ્ધરતાના મુખ્ય સ્ત્રોત સમો ભારતીય ડેરી ઉધોગ પડી ભાંગશે તેમજ આપણા રાજય અને જીલ્લાનો ડેરી ઉધોગ પણ ભાંગી પડશે. આ બન્ને દેશોની ડેરી પ્રોડકટ આપણા દેશમાં આવવાથી આપણા દૂધનાં ભાવમાં ધરખમ ઘટાડો થશે. આ કરાર હેઠળ સૌથી વધારે નુકશાન ગુજરાત રાજયને થશે કારણ કે દેશના દૂધ ઉત્પાદનમાં ગુજરાત રાજય ખુબ જ અગ્રિમ સ્થાન ધરાવે છે. આ માટે ગુજરાતના દરેક જિલ્લામાંથી આપણી મંડળીની દરેક મહિલા સભાસદ આપણા રાજયના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને એક પોસ્ટકાર્ડ લખીને આરસીઈપી કરારમાં ડેરી ઉધોગને સામેલ નહી કરવા માટે  અનુરોધ કરેલ  છે.  આ અંતર્ગત આપણા ભાવનગર જિલ્લામાંથી પણ નરેન્દ્રભાઇ મોદી ને ૫૦૦૦ મહિલા સભાસદો તરફથી પોસ્ટકાર્ડ લખીને આ કરારમાંથી દૂધ અને દૂધની બનાવટોને બાકાત રાખી ડેરી ઉદ્યોગને તથા એના થકી ધમધમતા ગ્રામીણ અર્થતંત્રને માઠી અસરમાંથી બચાવવા માટે અનુરોધ છે.

Previous articleરાણપુરની ધી.જન્મભુમિ પ્રાથમિક શાળામાં ગરબા ઉત્સવ યોજાયો
Next articleવલભીપુર ન.પા. વિસ્તારમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો