પ્રતાપ સ્નેકસ લિમિટેડનો આઈપીઓ રર મીએ ખુલશે

1393
guj1992017-2.jpg

પ્રતાપ સ્નેકસ લિમિટેડએ રર સપ્ટેમ્બર, ર૦૧૭ને શુક્રવારે રૂા. પની ફેસ વેલ્યુ (ઈકિવટી શેર)નો આઈપીઓ રોકડ માટેલાવવાની દરખાસ્ત રજુ કરીહ તી. જેમાં રૂા. ર૦૦૦ મિલિયન (ફેશ ઈસ્યુ) સુધીના કુલ ઈકિવટી શેર અને વિક્રેતા શેરધારકો દ્વારા ઈકિવટી શેરના વેચાણની ઓફર સામેલ છે. જેમાં ૩,૦૦પ,૭૭૦ ઈકિવટી શેર સુધીના વેચાણની ઓફર સામેલ છે. 
ઈસ્યુની પ્રાઈઝ બેન્ડ ઈકિવટી શેરદીઠ રૂા. ૯૩૦થી ૯૩૮ નકકી કરવામાં આવી છે. બિડસ ૧પ ઈકિવટી શેર માટે અને પછી ૧પ ઈકિવટી શેરના ગુણાંકમાં થઈ શકશે. બિડ-ઈસ્યુ ર૬ સપ્ટેમ્બર, ર૦૧૭ને મંગળવારે બંધ થશે. એન્કર ઈન્વેસ્ટર બિડ-ઈસ્યુ જો કોઈ હશે, તો બિડ-ઈસ્યુ ખુલવાની તારીખના એક ચાલુ દિવસ અગાઉ થશે. 
કંપની અને પ્રમોટર વિક્રેતા શેરધારકો ઓફરના ગ્લોબલ કો-ઓર્ડિનેટર્સ એન્ડ બુક રનિંગ લીડ મેનેજર્સ અને બુક રનિંગ લીડ મેનેજર સાથે ચર્ચા કરીને એન્કર રોકાણકારોની ભાગીદારીનો વિચાર કરી શકે છે. આ પ્રકારના એન્કર રોકાણકારો એન્કર રોકાણકાર બિડ- ઓફરના ગાળાં દરમિયાન બિડ કરશે એટલે કે બિડ- ઓફર ખુલવાની તારીખના એક ચાલુ દિવસ અગાઉ, જે દિવસ એન્કર રોકાણકારો બિડ સબમિટ કરશે.
સિકયોરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (ઈસ્યુ ઓફ કેપિટલ એન્ડ ડિસ્કલોઝર રિકવાયરમેન્ટસ) રેગ્યુલેશન ર૦૦૯, સુધારા સાથે (સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સ) નિયમ ર૬(૧) અનુરૂપ પ્રોસેસ મારફતે ઓફર રજુ કરવામાં આવી છે. જેમાં ચોખ્ખી ઓફરનો પ૦ ટકા હિસ્સો સપ્રમાણ આધારે કવોલિફાઈડ ઈન્સ્ટિટયુશનલ બાયર્સને ઓફર કરવામાં આવશે, જેમાં શરત એ છે કે કંપની અને પ્રમોટર વિક્રેતા શેરધારકો લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીને કયુઆઈબી પોર્શનનો ૬૦ ટકા હિસ્સો એન્કર રોકાણકારોને વિવેકાધિન ધોરણે ફાળવી શકશે, જેમાંથી એક તૃતિયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ માટે અનામત રાખવામાં આવશે. 
સેબી આઈસીડીઆરના નિયમો મુજબ, ઓફરનો લઘુત્તમ ૧પ ટકા હિસ્સો સપ્રમાણ આધારે બિન-સંસ્થાગત રોકારણકારો અને ચોખ્ખી ઓફરનો લઘુત્તમ ૩પ ટકા હિસ્સો રિટેલ વ્યકિતગત રોકાણકારોને ફાળવણી માટે ઉપલબ્ધ થશે. જે ઓફર પ્રાઈઝ પર કે તેનાથી વધારે કિંમત પર માન્યબ ડિસ મળવાને આધિન છે. આ ઓફરમાં તમામ રોકાણકારો એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોકડ એમાઉન્ટ (એએસબીએ) પ્રોસેસ દ્વારા જ સહભાગી થશે અને તેમણે તેમની બેંક ખાતાઓની વિગતો પુરી પાડવી પડશે. 

Previous articleખાંભાના જૈન દેરાસરમાં વડાપ્રધાન જન્મદિન નિમિત્તે કરાયેલુ વૃક્ષારોપણ
Next articleબોરડામાં પાણીના પરબનું લોકાર્પણ