ગુજરાતમાં દારૂ બંધી અંગે રાજકીય પક્ષો એક-બીજા ઉપર આક્ષેપબાજી કરી રહ્યા છે. ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા અધેવાડા ગામના ધમધમતા દેશી દારૂના અડા પેર રેડી પાડી હતી. અને પોલીસ દ્વારા શહેરના આોડડીયાવાસ વિસ્તારમાંથી ચાલતા દેશી દારૂના અડ્ડા પર રેડ કરી હતી.
ગુજરાતના દારૂબંધી કાયદાના અમલ અંગે રાજયના પરિપત્રને લઈને પોલીસ દ્વારા શહેરના આડોડીયવાસ વિસ્તારમાંથી ચાલતા દેશી દારૂના અડ્ડા પર રેડ કરી પોલીસ દ્વારા ચાલતા ઠેર-ઠેર દેશી દારૂની ભઠ્ઠીએ જઈ હજારો લીટર દેશી દારૂનો જથ્થો નાશ કરી નાખ્યો હતો. આ દારૂની રેડમાં એસપીના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી મનીષ ઠાકર, એલસીબી, અને બધા ડીવીઝનની પોલીસ દ્વારા મસોમટો પોલીસ કાફલો જઈ દેશી દારૂનો નાશ કરાયો હતો.
ગુજરાતમાં દારૂબંધી કાયદાના અમલ અંગે અશોકગેલોતના નિવેદન બાદ રાજયમાં દારૂબંધી અંગે રાજકીય દાવપેચ શરૂ થયા છે. ગુજરાતમાં દારૂબંધીનો ચુસ્ત અમલ થતો હોવાના રાજય સરકારા દાવને પડકારવા માટે કોંગ્રેસ દ્વારા અધેવાડામાંથી દેશીદારૂ ઝડપી લીધો હતો. શહેરના ટોપથ્રીસર્કલ ખાતે ભેગા થઈ કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો અધેવાડા પહોંચ્યા હતાં. અને દેશી દારૂના અડ્ડાપરથી દેશી દારૂના ટીપડા તથા દેશીદારૂનો આથો ઝડપી લઈ ઢોળી નાખ્યો હતો. આ અંગે શહેર પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણીએ માહીતી આપી હતી.
રાજય સરકાર દ્વારા જયારે દારૂબંધીમાં દારૂ અંગે વ્યાપક કોમ્બીંગ કરવાના આદેશ કરવામાં આવ્ય્ છે. તો હજી પણ ભાવનગર શહેરના ઘણા વિસ્તારોમાં આવો દેશી દારૂનો અડાઓ ચાલી રહ્યા છે. તો ત્યાં પોલીસત થા કોંગ્રેસ દ્વારા જનતા રેડ કરવામાં આવશે તેવો લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.