૨૦૨૪ના ઑલિમ્પિકમાં કબડ્ડીનો સમાવેશ કરાવાના પ્રયાસ કરાશે : ખેલ મંત્રી કિરન રિજિજુ

471

સ્પોટ્‌ર્સ પ્રધાન કિરન રિજિજુએ કહ્યું હતું કે તેમની સરકાર કબડ્ડીની રમતનો ૨૦૨૪માં પેરિસમાં યોજાનાર ઑલિમ્પિક રમતોત્સવમાં સમાવેશ કરવા માટેના પ્રયાસ કરશે. “કબડ્ડી મજબૂત દાખલો આપે છે કે દેશી ખેલ કેવી રીતે વિકસ્યો છે, એમ રિજિજુએ એક ચેનલને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.

“આવતા ઑલિમ્પિકના કાર્યક્રમમાં કબડ્ડીનો સમાવેશ કરાવા અમે પ્રયાસ કરીશું અને તેમાં સફળ બનવાનો મને વિશ્ર્‌વાસ છે, એમ તેમણે વધુમાં કહ્યું હતું.

ઑલિમ્પિક રમતોત્સવમાં કોઈ નવા સ્પોર્ટના સમાવેશ માટે લાંબી પ્રક્રિયા કરવાની હોય છે જેમાં તેને પહેલા ઈન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટી (આઈ. ઓ. સી.)એ માન્યતા આપવાની રહે છે અને ત્યાર પછી, તેની સર્વોપરી સંસ્થાએ આઈ. ઓ. સી.નું માન્ય આંતરરાષ્ટ્રીય ફેડરેશન બનવાનું રહે છે. ભારતે કબડ્ડીના સ્પોર્ટમાં હંમેશાં પોતાનું વર્ચસ્વ જાળવ્યું છે જે એશિયાઈ રમતોત્સવનો હિસ્સો રહે છે.સાત વેળા ચૅમ્પિયન બનેલ ભારતની પુરુષોની ટીમે ગયા વર્ષે ઈન્ડોનેશિયામાં યોજાયેલ દકાર્તા એશિયાડમાં કાંસ્યચંદ્રક મેળવ્યો હતો અને મહિલા ટીમ ફાઈનલમાં ઈરાન સામે હારી જવા પછી રજતચંદ્રક હાંસલ કર્યો હતો.

Previous articleયુવા પેઢીમાં પણ અમિતાભ બચ્ચન ખુબ જ લોકપ્રિય
Next articleલોઢા ભલામણોના ચૂંટણીમાં ભંગ બદલ રાજસ્થાન ક્રિકેટ એસો. સામે ફરિયાદ