લોઢા ભલામણોના ચૂંટણીમાં ભંગ બદલ રાજસ્થાન ક્રિકેટ એસો. સામે ફરિયાદ

445

રાજસ્થાન ક્રિકેટ એસોસિયેશન (આર. સી. એ.) દ્વારા સુપ્રીમ કોર્ટ માન્ય લોઠા સમિતિની ભલામણોનો તેની ચૂંટણીમાં ભંગ કરવામાં આવ્યો હોવાનું પરાજિત થયેલ એસોસિયેશનના જૂથે સી. ઓ. એ. (કમિટી ઑફ એડિ્‌મનિસ્ટ્રેટર્સ)ને મોકલેલી ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જેમાં બી. સી. સી. આઈ. (બૉર્ડ ઑફ ક્ધટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા)ની આગામી ચૂંટણીમાં આર. સી. એ.ના મતાધિકારને પણ સસ્પેન્ડ કરવાની માગણી કરવામાં આવી છે.

મુખ્ય મંત્રી અશોક ગેહલોટના પુત્ર વૈભવ ગેહલોટ ગઈ ૪થી ઑક્ટોબરે યોજાયેલ ચૂંટણીમાં પ્રમુખપદે ચૂંટાયા હતા કે જેમાં તેમના જૂથે બધી છ બેઠકમાં વિજય મેળવ્યો હતો.

કૉંગ્રેસના સિનિયર નેતા રમેશ્ર્‌વર દુડીની આગેવાની હેઠળના હરીફ જૂથે એવો આક્ષેપ કર્યો હતો કે નાગોર, શ્રી ગંગાનગર અને અલ્વાર ડિસ્ટ્રિક્ટના ક્રિકેટ એસોસિયેશનોનું સસ્પેન્શન માન્ય કરવામાં ચૂંટણી અધિકારી આર. આર. રશ્મીએ ભૂલ કરી હતી.

તેમણે એવી પણ માગણી કરી છે કે ૨૩મી ઑક્ટોબરે ભારતીય ક્રિકેટ બૉર્ડની યોજાનારી ચૂંટણીમાં આર. સી. એ.ના વર્તમાન સત્તાવાળાઓમાંથી કોઈને પણ મત આપવા દેવા ન જોઈએ.

Previous article૨૦૨૪ના ઑલિમ્પિકમાં કબડ્ડીનો સમાવેશ કરાવાના પ્રયાસ કરાશે : ખેલ મંત્રી કિરન રિજિજુ
Next articleસ્પોટ્‌સ જ નહીં ફિલ્મ સહિતના તમામ ક્ષેત્રોમાં યુવતીઓનું શોષણ થાય છેઃ ગીતા ફોગાટ