સ્પોટ્‌સ જ નહીં ફિલ્મ સહિતના તમામ ક્ષેત્રોમાં યુવતીઓનું શોષણ થાય છેઃ ગીતા ફોગાટ

388

ભારતને પ્રથમ વખત કોમનવેલ્થ ગેમમાં કુસ્તીમાં ગોલ્ડ મેડલ અપાવનાર ગીતા ફોગાટ વડોદરાની મહેમાન બની હતી. ગીતા ફોગટે જણાવ્યું હતું કે, સ્પોટ્‌સ જ નહીં, ફિલ્મી દુનિયા હોય કે, પછી કોઇપણ ક્ષેત્ર હોય. યુવતીઓનું શોષણ થતું આવ્યું છે. પરંતુ, જો યુવતી મક્કમ હોય અને પોતાનામાં સારું ટેલેન્ટ હોય તો શોષણ થવું અશક્ય છે. સુપરહિટ ફિલ્મ દંગલ જે બહેનોની પ્રેરણા લઇને બની છે. તે ચાર બહેનો પૈકી ગીતા ફોગાટ ઇન્ટરનેશનલ ગર્લ ચાઇલ્ડ ડે પારૂલ યુનિવર્સિટીની મહેમાન બની હતી.

હાલમાં હરીયાણામાં જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવી રહેલા કુસ્તીબાજ ગીતા ફોગાટે વધુમાં જણાવ્યું હતું કે, દંગલ ફિલ્મ આવ્યા બાદ છોકરીઓમાં કુસ્તી સહિત બીજી ગેમોમાં ક્રેઝ વધ્યો છે. ખાસ કરીને અમારા જેવા સમાજ અને પ્રદેશમાં છોકરીઓને સ્પોટ્‌સથી દૂર રાખવામાં આવતી હતી. પરંતુ દંગલ ફિલ્મ આવ્યા બાદ ખાસ કરીને યુવતીઓના પરિવારજનો આગળ આવ્યા છે. અને પોતાની દીકરીઓને અખાડા સહિત સ્પોટ્‌સ મોકલતા થયા છે.

 

Previous articleલોઢા ભલામણોના ચૂંટણીમાં ભંગ બદલ રાજસ્થાન ક્રિકેટ એસો. સામે ફરિયાદ
Next articleધનતેરસ સુધી સોનાનો ભાવ ૪૦,૦૦૦ સુધી પહોંચી શકે