દિવાળીને લઇને બજારમાં ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી છે ત્યારે મોટાભાગની કન્ઝ્યુમર કંપનીઓ આ દિવાળી પર સારી કમાણી કરવાની આશા ધરાવે છે. ભારતીય કન્ઝ્યુમર લોકો પેકેજ્ડ ફુડ ઉપર વધારે ખર્ચ કરે છે. દિવાળી નજીક આવી છે ત્યારે પાર્લે, મારિકો, ડાબર જેવી કંપનીઓ ત્રણ ત્રિમાસિકગાળામાં નિરાશાજનક દેખાવ કર્યા બાદ હવે ડબલ ડિજિટમાં ગ્રોથ કરવાની તૈયારીમાં છે. જાણકાર લોકોનું કહેવું છે કે, તહેવારના ત્રિમાસિક ગાળામાં ખાદ્યાન્ન ચીજવસ્તુઓ અને પર્સનલ કેરની ચીજવસ્તુઓમાં ૧૦-૧૫ ટકા સુધીનો વધારો કરવામાં આવી શકે છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, કન્ઝ્યુમર કંપનીઓ મિક્સ્ડ શો કરવાની તૈયારીમાં છે. જાણકાર લોકોનું કહેવું છે કે, ફ્લિપકાર્ટ, એમેઝોન જેવી ઇ-કોમર્સ કંપનીઓ આગેકૂચ કરવાની તૈયારીમાં છે. ડાબરના મુખ્ય કારોબારીએ કહ્યું છે કે, વાસ્તવિક કંપનીઓ આંકડાને લઇને ગણતરી કરી રહી છે. બે આંકડામાં વધારો વેચાણમાં થવાની શક્યતા દેખાઈ રહી છે. મોનસુનની સિઝન આ વખતે ખુબ સારી રહ્યા બાદ ગ્રામીણ વપરાશમાં વધારો થયો છે. ઇ કોમર્સ કંપનીઓ સિઝનને લઇને આશાવાદી બનેલી છે. બિસ્કિટ, ચોકલેટ, જ્યુસ, પર્સનલ કેર પ્રોડક્ટમાં ગિફ્ટ પેકમાં વધારો થઇ શકે છે. જાણકાર લોકોનું એમ પણ કહેવું છે કે, દિવાલી ગિફ્ટહેમ્પર્સમાં ઉલ્લેખનીય વધારો જોવા મળી શકે છે. એપરલ કંપનીઓ પણ ગયા વર્ષે મંદી રહ્યા બાદ હવે ૧૫થી ૨૦ ટકા સુધીનો વધારો થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. કન્ઝ્યુમર કંપનીઓ તહેવારને લઇને પોતાની રીતે પણ તૈયારી કરી ચુકી છે.