AMTS બસમાં કંડક્ટર અને ડ્રાઈવરની મિલીભગત.. રૂપિયા લીધા ટિકીટ ના આપી

395

અમદાવાદના રોડ પર દોડતી એએમટીએસ બસોનું ખાનગીકરણ કરીને પ્રાઇવેટ કંપનીઓને ચલાવવા માટે આપી દીધી છે. ત્યારે અરહમ ટ્રાન્ટપોર્ટના કર્મચારીઓ દ્વારા ટિકિટમાં કટકી કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. શહેરના એક રૂટ પર એએમટીએસની ફલાઈંગ સ્ક્વોડની ટીમ તપાસ કરી રહી હતી, ત્યારે એક બસમાંથી ૪૦ જેટલા પેસેન્જરને ચેક કરતા કોઇને કન્ડકટર દ્વારા ટિકીટ અપાઇ ન હોવાનું સામે આવ્યું હતું. એએમટીએસ બસનો જ કંડક્ટર મુસાફરો પાસેથી રૂપિયા લઈ ટિકિટ નહીં આપી પૈસા પડાવતો હતો.

આ ઘટનામાં એએમટીએસની ફલાઇંગ સ્ક્વોડ જ્યારે બસમાં સવાર ૪૦ મુસાફરી કરી રહેલાં ૪૦ જેટલા મુસાફર પાસે ટિકિટ જ નહતી. મુસાફરોને પૂછતાં કંડક્ટરે ટિકિટના પૈસા લઈ લીધા હતા પરંતુ તેમને ટિકિટ આપી ન હતી. આ મામલે હાલ સારંગપુર ડેપોમાં બસ લઈ જઈ અને કંડક્ટર સામે કાર્યવાહી અને તપાસ કરવામાં આવી રહી છે.

આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ કોન્ટ્રાક્ટ બેઝ પર રાખવામાં આવેલા કંડક્ટરને છૂટો કરી દેવામાં આવ્યો છે. તમને જણાવીએ કે, અરહમ ટ્રાન્સપોર્ટના માલિક મણિનગરના પુર્વ કોર્પોરેટર આનંદ દાગા છે, જેમની કંપનીને આ મામલે નોટિસ આપી ૧૦ હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ઝડપાયેલો કંડક્ટર અને ડ્રાઇવર હવે એએમટીએસના કોન્ટ્રાક્ટની ત્રણ કંપનીમાંથી એકય કંપનીમાં નોકરી નહીં કરી શકે.

Previous article૧૦ દિવસથી ગુમ વૃષ્ટિ-શિવમ્‌ અમદાવાદ પહોંચ્યા : પરિવારે લીધો રાહતનો શ્વાસ
Next articleખેતરમાંથી ૪૦૦ કિલોનો મહાકાય મગર અને ૯.૫ ફૂટના અજગરને રેસ્ક્યૂ કરાયા