નવા નિયમ બાદ ટ્રાફિક નિયમોનો ભંગ ૭૦ ટકા ઘટ્યો, ઓવરસ્પીડના કેસ વધ્યા

430

ટ્રાફિકના નવા નિયમો આવ્યા બાદ સપ્ટેમ્બરના શરૂઆતના ૧૫ દિવસની સરખામણીમાં છેલ્લા ૧૫ દિવસમાં ટ્રાફિકના નિયમોનો ભંગ ૭૦ ટકા ઘટ્યો છે. પરંતુ ઓવર સ્પીડના કેસમાં વધારો થયો છે. મોટર વ્હીકલ એક્ટ, ૨૦૧૯ અંતર્ગત ટ્રાફિકના નિયમો ભંગ કરતા લોકો પાસેથી ભારે દંડ વસૂલવામાં આવી રહ્યો છે. ૧૬ સપ્ટેમ્બરથી નવા નિયમો લાગુ થતાં જ વાહનચાલકોએ ગંભીરતા દાખવવાની શરૂ કરી દીધું છે. ટ્રાફિક પોલીસના ડેટા મુજબ નવા નિયમો લાગૂ થતા પહેલા (૧થી ૧૫ સપ્ટેમ્બર) ટ્રાફિક નિયમ ભંગના ટૂ અને ફોર વ્હીલરના ૬૨૫૬૬ કેસ જ્યારે નિયમો લાગુ થયા બાદ (૧૬થી ૩૦ સપ્ટેમ્બર) ટ્રાફિક ભંગનાં ૧૯૧૨૦ કેસ નોંધાયા છે. આમ દંડની રકમ વધતા જ અમદાવાદીઓએ નિયમ પાલન માટે શિસ્તબદ્ધ બન્યા છે.

ટ્રાફિક પોલીસ મુજબ ૧થી ૧૫ સપ્ટેમ્બર દરમિયાન હેલ્મેટ વગર ૩૧૨૨૪ કેસ જ્યારે સીટ બેલ્ટ વગરના ૬૮૪૬ કેસ નોંધાયા હતા. જ્યારે ૧૬થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન હેલ્મેટ વગર ૨૭૭૮ અને સીટ બેલ્ટ વગરના ૩૭૧૩ કેસ નોંધાયા છે.

વાહનચાલકો દંડ ન ભરવો પડે તે માટે ઓવર સ્પીડ વાહન ચલાવતા હોય છે. ડેટા મુજબ ૧થી ૧૫ સપ્ટેમ્બર દરમિયાન ટૂ-વ્હીલર ઓવર સ્પિડીંગનો એક કેસ જ્યારે ફોર વ્હીલરમાં એકપણ કેસ નોંધાયો ન હતો. જ્યારે નવા ટ્રાફિક નિયમ લાગુ થયા બાદ (૧૬થી ૩૦ સપ્ટેમ્બર) ટૂ-વ્હીલર ઓવર સ્પિડીંગના બે કેસ અને ફોર વ્હીલર ઓવર સ્પિડીંગના ૧૩ કેસ નોંધાયા છે.

Previous articleદારૂબંધીના લીરેલીરાં ઉડ્યા..!! મામલતદાર કચેરીમાં જ મદિરા મહેફીલ, પ્રેમિકાએ પાડી રેડ
Next articleબે એસટી બસ સામસામે ધડાકાભેર અથડાઇ, ૪૦થી વધુ લોકો ઘાયલ