ભાવનગર નજીકના વરતેજ ગામે વ્હોરાના કબ્રસ્તાન પાસેની ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલા ટ્રકને વરતેજ પોલીસે પુર્વ બાતમી આધારે રેડ કરી ઝડપી લીધો હતો. જયારે ટ્રક ડ્રાઈવર, કલીનર અને વરતેજના બે બુટલેગરો નાસી છુટયા હતાં.
બનાવની મળતી વિગત મુજબ વરતેજ વ્હોરાના કબ્રસ્તાન પાસેની ખુલ્લી જગ્યામાં દારૂનું કટીંગ થવાનું છે જે પુર્વ બાતમી આધારે વરતેજ પોલીસ મથકમાં પી.એસ.આઈ. જે.પી.ગઢવી સહિતના સ્ટાફે વહેલી સવારે રેડ કરી ઈંગ્લીશ દારૂની ૪રપ બોટલ નંગ પ૧૦૦ જયારે ટ્રકનો ડ્રાઈવર અને કલીનગર તેમજ આ મસમોટો જથ્થો વરતેજના રહેતો જીગો અને કુમાર ચારેય રેડ દરમ્યાન નાસી છુટયા હતાં. ભાવનગર શહેર અને જિલ્લામાં દારૂના ધંધાર્થીઓને પોલીસનો કોઈ ડર ન હોય તેમ બે ખોફ રીતે મસમોટા જથ્થો ટ્રક ભરીને મંગાવે છે અને ખુલ્લે આમ વેચાણ કરે છે. પોલીસ તંત્રને જાણ થાય ત્યારે રેડ પણ કરે છે અને દારૂના જથ્થા ઝડપી પાડે છે. પરંતુ આ દારૂના મસમોટા જથ્થા કોણ મોકલે છે? કયાંથી આવે છે, તે અટકે તે જરૂરી છે. બાકી આ આંખ મીચોળીનો ખેલ તો ચાલ્યા જ કરશે તેમ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.