ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ઓગસ્ટ મહિનામાં ૧.૧ ટકા સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે. મેન્યુફેક્ચરિંગ, પાવર જનરેશન અને માઇનિંગ સેક્ટરમાં નિરાશાજનક દેખાવના લીધે ઓગસ્ટ મહિનામાં ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ૧.૧ ટકા સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે.
શુક્રવારના દિવસે જારી કરવામાં આવેલા સત્તાવાર ડેટામાં આજે આ મુજબની વાત કરવામાં આવી છે. ઓગસ્ટ ૨૦૧૮માં ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીય પ્રોડક્શનમાં ૪.૮ ટકા સુધી વધારો થયો છે. જ્યારે આઈઆઈપીમાં ૭૭ ટકાથી વધુ યોગદાન આપનાર મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ૧.૨ ટકાનો ઘટાડો ઓગસ્ટ ૨૦૧૯ દરમિયાન આઉટપુટમાં નોંધાયો છે. ગયા વર્ષે આજ મહિનામાં આજ આંકડો ૫.૨ ટકાની સામે ઘટીને નીચી સપાટીએ પહોંચ્યો છે. ઇલેક્ટ્રીસિટી જનરેશનમાં એક વર્ષ અગાઉ આજ મહિનાના ગાળામાં ૭.૬ ટકાના વધારાની સામે ૦.૯ ટકાનો ઘટાડો થયો છે જ્યારે માઇનિંગ સેક્ટરમાં ગ્રોથ ૦.૧ ટકા ફ્લેટ રહ્યો છે. એકંદરે એપ્રિલ-ઓગસ્ટના ગાળા દરમિયાન આઈઆઈપી ગ્રોથનો આંકડો ૨.૪ ટકા હતો જે ગયા નાણાંકીય વર્ષના આજ ગાળામાં ૫.૩ ટકાથી ઘટ્યો છે.