યુનિ. દ્વારા સેમ.ર-૪ના પરીક્ષા ફોર્મ ભરવા ૧૦ દિવસ વધારવા એબીવીપી દ્વારા માંગણી

665
bhav1532018-1.jpg

ભાવનગર યુનિ. વિદ્યાર્થી હિતનું પ્રથમ ધ્યાન રાખીને કામ કરનારી યુનિ. છે. યુનિ. દ્વારા સેમ.ર અને ૪ના પરીક્ષા માટેના ઓનલાઈન ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ ૧૬/૩ રાખવામાં આવી છે અને વિદ્યાર્થીઓના ખૂબ મોટા પ્રમાણમાં ફોર્મ ભરવાના પરિણામે વેબસાઈટ ખૂબ ધીમી ચાલી રહી છે અને તેને પરિણામે વિદ્યાર્થીઓએ તે સમયગાળા દરમ્યાન ફોર્મ ભરી શકાય તેમ નથી તેથી પરીક્ષા ફોર્મ ભરવાની તારીખમાં ૧૦ દિવસ વધારવા એબીવીપી દ્વારા અનુરોધ કરાયો છે.
યુનિ. દ્વારા ૧૦ દિવસમાં જ ઘણા બધા પરિણામો જાહેર કરેલા છે. જેમાં ઘણા અભ્યાસક્રમના પરિણામોમાં વિદ્યાર્થીઓ હાજર હોવા છતાં તેમને પરિણામમાં ગેરહાજર દર્શાવેલ છે અને તેમને હજુ પરિણામ ફક્ત ઓનલાઈન જ જોવા મળ્યું છે તે વિદ્યાર્થીઓ પાસ છે કે નાપાસ એ હજુ વિદ્યાર્થીઓને ખ્યાલ નથી અને હાલ તે વિદ્યાર્થીઓને માર્કશીટ પણ મળેલ નથી અને તેવા વિદ્યાર્થીઓ હાલ રી-એસેસમેન્ટ કરાવી રહ્યાં છે ત્યારે તે થોડાક જ દિવસોમાં ફરીથી પરીક્ષાની તૈયારી કેમ કરી શકે ?? વિદ્યાર્થીઓ પરીક્ષા ફોર્મ કઈ રીતે ભરી શકે ? અને એટલા ઓછા તૈયારીના સમયમાં પરીક્ષા કઈ રીતે આપી શકે ??
આ દરેક પ્રશ્નોને પરિણામે પરીક્ષા ફોર્મ ભરવાની તારીખમાં ૧૦ દિવસ વધારવા અને બીએસસી, બી.કોમ., બીબીએ, બીએ, બીએડ વગેરેની સેમ-૧ અને સેમ-૪ની પરીક્ષા પણ ર૬/૩ના રોજ ગોઠવાયેલ છે ત્યારે તે વિદ્યાર્થીઓને યોગ્ય તૈયારી માટેનો સમયગાળો મળતો નથી માટે આ પરીક્ષાઓ પણ ૧૦-૧પ દિવસ પાછળ લઈ જવા એબીવીપીના નગરમંત્રી બ્રિજરાજસિંહ ગોહિલ, રવિરાજસિંહ સરવૈયા, ઓમદેવસિંહ સરવૈયા, પૃથ્વીરાજસિંહ ગોહિલ, યુવરાજસિંહ ગોહિલ, રવિ આહીર દ્વારા માંગ કરી હતી.

Previous article નાળીયેરી રેસા તાલીમ વર્ગની બહેનોને સ્ટાઈપેન્ડ વીતરણ કરેલ
Next article આડોડીયાવાસના રહેણાંકી મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા ૭ ઝડપાયા