ભાવનગર યુનિવર્સિટીના મેદાન ખાતે શામળદાસ કોલેજના યજમાનપદે તા. ૯ થી ૧૧ ઓકટોબર દરમિયાન ક્રિકેટ ગુરૂ જયંતિભાઈ ધરાજીયા આંતર કોલેજ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જુદી-જુદી કોલેજની ૬ ટીમો ભાગ લેશે. આ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઈનલ જંગ નંદકુંવરબા કોલેજ અને વાળુકડ આર.એમ.ડી. વચ્ચે ખેલાયો હતો. જેમાં નંદકુંવરબા મહિલા કોલેજ ૧૮ રનથી વિજય થયો હતો.